રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે વધુ એક દિકરી નરાધમના દુષ્કર્મનો ભોગ બની હતી. જોકે ઘટનામાં પાડોશીએ જોઇ જતા નરાધમને પકડીને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો.
સુરતમાં શહેરમાં વધુ એક માસુમ બાળકી સાથે દુષ્કૃત્ય થયું હતું. જેમાં સંબંધીએ જ માસુમ બાળકી જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. શહેરના ચોક બજાર વિસ્તારમાં બનેલ આ ઘટનામાં નરાધમની પોલીસે ઘરપકડ કરી હતી.
લોકોએ ઝડપી પાડ્યો
મળતી માહિતી મુજબ સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા દંપતિ બાળકીને ઘરે મુકીને ખરીદી કરવા બજારમાં ગયા હતા. ત્યારે માતા પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને પરિવારનો સંબંધી 19 વર્ષ મનીષ માવજી બાબરીયા દ્વારા બાળકી જોડે કૃત્ય આચરવામાં આવ્યું હતું. જોકે સમગ્ર ઘટના પાડોશી જોઇ જતા તેમણે આ નરાધમને ઝડપી પાડ્યો હતો. ત્યારે માસુમ બાળકી જોડે દુષ્કૃત્ય કરતા લોકોએ ઝડપી પાડી બરોબરનો મેથીપાક આપ્યો હતો.
જોકે તે બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કાપોદ્રા ખાતેથી નરાધમને ઝડપ્યો હતો. ત્યારે દુષ્કર્મની ઘટનાને લઇ ચોક બજાર પોલીસે પોકસો અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.