કહેવાય છે કે “શેરી મિત્ર સૌ મળે તાળી મિત્ર અનેક.” આ કહેવત અનુસાર આજના સમયે સાચા મિત્રો મળવા મુશ્કેલ છે. પરંતુ આપણે સાચા અર્થમાં મિત્રતા નિભાવે તો આપણને પણ સાચો મિત્ર મળી રહે છે. આ કહેવતને ચરિતાર્થ કરતો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે જેમાં એક મિત્રને હજ્જારો માંથી એકને થાય એવો હેનોકસ કૉન્ડલીન પરપ્યુરા નામનો રોગ ઓળખી ના શકી અને તેને ખૂબ જ પીડા થઈ હતી જે પીડા જોઈ શકી ન હતી. આ પીડા અન્ય કોઈને થાય તે પહેલા જ તે ચેતી જાય તે માટે તેને સોફ્ટવેર બનાવી દીધું છે, જેમાં કેટલીક લાક્ષણિકતા નાંખતાની સાથે જ HSP રોગ હોવાની શક્યતા અંગે ખબર પડી જાય છે
એન્જિનિયરીંગ વિદ્યાર્થીનીએ સાયન્સ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો
સાર્વજનિક એજ્યુકેશન યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી રોશની સોલંકીએ પોતાના માસ્ટર કોર્સના ડેઝરટેશન દરમિયાન એક એવો વિષય પસંદ કર્યો કે આ વિષય જોઈને પણ તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા .એચએસપી રોગને વહેલામાં વહેલી તકે કઈ રીતે જાણી શકાય તેના પર રિસર્ચ કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં તો તમામ લોકો ચોકી ઉઠ્યા હતા કારણ કે એક સોફ્ટવેર એન્જિનિયર કઈ રીતે મેડિકલ સાયન્સનો વિષય પસંદ કરી શકે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ વિષય પસંદ કરવાનું કારણ શું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તેમને ખાસ મિત્રને આ રોગ થયો હતો. પરંતુ આ રોગ ઓળખવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું અને ત્યારબાદ આ રોગના કારણે તેની મિત્ર ખૂબ જ પીડાઈ રહી હતી. જેથી આ સોફ્ટવેરની મદદથી કોઈ અન્ય વ્યક્તિ તુરંત જ આ રોગ થાય તે પહેલા ડિટેક્ટ થઈ જાય અને તે પીડામાંથી મુક્ત રહે તે ઉદ્દેશ્ય તેનો છે.
ડેઝર્ટેશનના વિષય પસંદગી સમયે રોશનીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા મારી બહેનપણી ને આ ઓટો ઈમ્યૂન ડિસીઝ થયો હતો. તેમાં ઘણી બધી કેરેક્ટરિસ્ટને કારણે રોગ વિશે જાણવામાં મોડું થયું હતું. ઘણા તેને ચીકનપોક્સ સમજી લે છે અને ઘરે જ સારવાર કરવાનો પ્રયત્ન કરે છે. મારી મિત્રએ પણ એવું જ કર્યું હતું. જેથી તે વધી ગયું હતું. તેને સ્કીન બાયોપસી અને કિડની બાયોપ્સી કરાવવી પડી હતી. પોતાની મિત્રની પીડા તે જોઈ શકી ન હતી અને ત્યારે તેને નક્કી કરી દીધું હતું કે આ પીડા અન્ય લોકોને ન થાય તે માટે પોતે કઈક કરીને બતાવશે.
સમગ્ર પ્રોસેસ જણાવતા રોશનીએ વધુમાં જણાવ્યું હતું કે, રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે આ પ્રકારની કોઈ સિસ્ટમ હજી સુધી ડેવલપ થઈ નથી જેથી આ ટોપિક ફાઈનલ કર્યો અને ત્યારબાદ ઘણું રિસર્ચ વર્ક કર્યું અને રીયલ ટાઇમ પેશન્ટની જોડે વાતચીત પણ કરી હતી. તેમની પાસેથી ફોટા લઈને સિસ્ટમમાં મૂક્યા અને ત્યારબાદ ડોક્ટરને પણ મળી હતી. ડોક્ટરોના મતે રોગના કલર, શેપ કે ટાઈપના ફીચર ટેકનિકલ ફોર્મમાં સિસ્ટમમાં મૂક્યા હતા. તે મુજબ આ સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. આ સિસ્ટમ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ડોક્ટરોને રિપ્લેસ કરવા નહીં પરંતુ બને તેટલા લોકોને ડોક્ટર સુધી પહોંચાડવા છે અને ડોક્ટરને પણ જલ્દી ડિટેક્ટ કરવામાં મદદ થઈ શકે તે છે.
રોશનીના ગાઈડ ડો.દિપાલી કાંસે એ જણાવ્યું હતું કે, HSP એક ઓટો ઈમ્યૂન ડિસીઝ છે જે 10,000 માંથી 1 વ્યક્તિને થાય છે. અમે જ્યારે રિસર્ચ શરૂ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે ક્લિનિકલ ડાયગ્નોસ થકી રોગને જાણી શકાય છે .તેમાં સ્કિન બાયોપ્સી અને બ્લડ રિપોર્ટની પ્રોસેસમાં ચાર થી પાંચ દિવસનો સમય નીકળી જતો હતો. કારણ કે વર્ષ 2017માં જ્યારે અમે આ રીસર્ચ શરૂ કર્યું હતું ત્યારે સ્કિન બયોપ્સી મુંબઈ કરાવવી પડતી હતી. વળી અમને રીસર્ચ માટે ઈમેજ પ્રોસેસિંગ કરવા રોગના ફોટા ની જરુર હતી જે ડોકટર પાસે મળી શકે તેમ ન હતી કારણકે તે રેર ડિસીઝ છે. જેથી અમે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફોરમ કે જ્યાં HSP ના પેશન્ટ મળી રહે તેમને અમે કોન્ટેક્ટ કર્યો અને તેમને રિકવેસ્ટ કરી ફોટા મંગાવ્યા હતા. આવા અમે 500 ફોટા લીધા હતા અને ડોકટરને મળીને લાક્ષણિકતા અંગે સમજી એક એક એક્સપર્ટ સિસ્ટમ બનાવી છે. આમ એક્સપર્ટ સિસ્ટમ અને ઈમેજ પ્રોસેસિંગના કોમ્બિનેશન થી અમારી સિસ્ટમ 1 મિનિટમાં યુઝરને જણાવી દેશે કે HSP છે કે નહીં. આ રિસર્ચ માટે અમે વર્ષ 2017 માં પેટન્ટ ફાઈલ કરી હતી અને વર્ષ 2024 જૂનમાં પેટન્ટ ગ્રાન્ટ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.