મહેશ સવાણી અને કીરણ જેમ્સ દ્વારા આગામી 21 અને 22 ડિસેમ્બરના રોજ કરાવવામાં આવશે દીકરીઓના લગ્ન, પાંચ દીકરી મુસ્લિમ હોવાથી નિકાહ કરાવાશે.છેલ્લા આઠ વર્ષથી સવાણી ગ્રુપ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના સ્વપ્નરૂપી લગ્ન ધામધૂમથી કરાવતું આવ્યું છે. જેમાં દર વર્ષે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને દત્તક લઇ તેમના લગ્ન અંગેની સઘળી જવાબદારી નિભાવે છે.
આ વર્ષે કિરણ જેમ્સે પણ દીકરીઓ દત્તક લીધી છે, આ વર્ષે 300 દીકરીઓના લગ્ન 21 અને 22 ડિસેમ્બરના રોજ પાનેતર શિર્ષક હેઠળ યોજાનારા છે. આ લગ્નને લઈ રવિવારે 300 દીકરીઓને તેમની મનપસંદ વસ્તુઓનું કરિયાવર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાંચ મુસ્લિમ દીકરીના નિકાહ પણ કરાવવા આવશે.
લગ્ન સમયે પિતા તરફથી દીકરીને આપવામાં આવતી અમૂલ્ય ભેટ એટલે કરિયાવર. દરેક દીકરીની ઈચ્છા હોય છે કે તેના પિતા તેને કરિયાવરમાં મનગમતી વસ્તુઓ આપે. કોઈ દીકરીને પોતાના પીતા ન હોવાનું દુઃખ ન રહે તે માટે પી પી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ દ્વારા દરેક દીકરીઓને હેન્ડલુમ, વાસણ, ઇલેક્ટ્રોનિક, ફર્નિચર જેવી અનેક જીવન જરૂરી વસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.