સુરતમાં મકાન પર બનેલા ગેરકાયદે શેડમાં ભયંકર આગ લાગતાં એકનું મોત…

Surat Fire News: સુરત શહેરમાં વધુ એક આગની ઘટના બનવા પામી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાન પર બનાવેલા (Surat Fire News) પતરાના શેડ પર કેમિકલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સુરતમાં સતત આગના બનાવો બની રહ્યાં છે. ત્યારે સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા પાસે આવેલા વાલમનગર સોસાયટીમાં આગ લાગી ગઈ હતી. વાલમનગર સોસાયટીના મકાનમાં ત્રીજા માળે પતરાનો શેડ બનાવવામાં આવેલો હતો. જેમાં કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. અને ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાથી કેમિકલમાં આગ લાગી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

સીમાડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતાં આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું કે, કોલ મળતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 5 લોકો ફસાયા હતાં. જેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. એક મૃતદેહ પણ મળી આવ્યો છે. સમગ્ર પતરાનો શેડ ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવ્યો હતો. તેમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ લાગી ગઈ હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.