ચોરી કૌભાંડં/સુરતમાંથી 13 iPhone સહિત 92 મોબાઈલ સાથે યુવકની ધરપકડ, દુબઈમાં વેચતો હતો

સુરત ના અઠવા પોલીસે મોબાઈલ ચોરીનું મસમોટું રેકેટ પકડી પાડ્યું છે. પોલીસ એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પોલીસે 13 આઈફોન સહિત 92 મોબાઈલ અને એક લેપટોપ કબજે કર્યું છે. પૂછપરછમાં યુવકે ચોરી કરેલા મોબાઈલની ખરીરી કરી દુબઈમાં વેચતો હોવાની કબૂલાત આપી છે.

બીજા મોટા ખુલાસા થાય તેવી શકયતા

અઠવા પોલીસ દ્વારા અહમદ નૂર ઉનવાલા નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી ચોરી કરેલા 3.37 લાખના 92 મોબાઈલ અને એક લેપટચોપ મળી આવ્યું હતું. આરોપએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, સુરતમાં થયેલા ચોરીના મોબાઈલ ખરીદી કરી ભારત બહાર વેચવા માટે જતો હતો, ચોરી કરેલા મોબાઈલ ગુજરાતના બોટાદ અને દુબઈ ખાતે વેચી આવતો હતો. વધુ પૂછપરછમાં બીજા મોટા ખુલાસા થાય તેવી શકયતા જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.