સુરતમાં પથ્થરમારો કરનાર આરોપીની કડક સરભરા, કેવી રીતે બની ઘટના?સમગ્ર મામલે હલ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો…

સુરતનાં સૈયદપુરા પંપીંગ વિસ્તારમાં કાંકરીચાળા મામલે આખી રાતનાં તનાવ બાદ વહેલી સવારે શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે હલ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

સુરતનાં સૈયદપુરા પંપીંગ વિસ્તારમાં કાંકરીચાળા મામલે આખી રાતનાં તનાવ બાદ વહેલી સવારે શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. ગઈ કાલે રાત્રે તોફાની તત્વોએ ત્રણ વાહનો સળગાવ્યા હતા. તેમજ અસંખ્ય રિક્ષાઓનાં કાચ ફોડી નાંખ્યા હતા. આખી રાતનાં પોલીસ બંદોબસ્ત સાથે 27 જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે મુલાકાત લીધી હતી. મોડી રાત્રે તેમણે ગણેશ પંડાલમાં આરતી પણ કરી હતી. સમગ્ર મામલે હાલ પોલીસે ચાંપતો બંદોસ્ત ગોઠવ્યો હતો.

એવી કાર્યવાહી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શુ થાય

આ સમગ્ર મામલો સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 27 શખ્સોની અટકાયત કરી છે. તેમજ આવતીકાલે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે. કોઈપણ લોકો પાસે ઘટનાના વીડિયો હોય તો પોલીસને આપે. જે પણ લોકો સંડોવાયેલા છે તેઓનાં પુરાવાર એકત્ર કરાઈ રહ્યા છે. એવી કાર્યકાવી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય. આ પ્રકારની ઘટનામાં કોઈને છોડવામાં નહી આવે. અને બીજીવાર આવું કોઈ કરે નહી તે પ્રકારની કાર્યવાહી કરાશે. તેમજ છ જેટલા કાયદાનાં સંઘર્ષમાં આવેલા કિશોર છે. જેમની અટકાયત કરાઈ નથી. પરંતું તેમની સામે જુએનાઈલ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. પોલીસ મજબૂત પુરાવા સાથે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. તેમજ કતારગામ દરવાજા પાસે ત્રણ વાહનો સળગાવાયા છે.

પોલીસે આ ઘટના માં કુલ ત્રણ ગુનાઓ નોંધ્યા છે..

ગણેશ મંડપ પર પથ્થર મારો કરનાર સામે

લોકોનું ટોળું થયા બાદ અન્ય જગ્યાએથી પોલીસ અને લોકો પર કરાયેલ પથ્થર મારા સામે

કતારગામ દરવાજા પાસે ત્રણ વાહનો સળગાવાયા છે તેની સામે મળી કુલ ત્રણ ગુનાઓ નોંધ્યા છે.

સુરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

સુરતમાં મોડી રાત્રે પથ્થર મારાની ઘટના બની હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જે મંડપ પર પથ્થરમારો થયો હતો. ત્યાં આરતી કરાઈ હતી. ગૃહરાજ્યમંત્રી અને પોલીસ કમિશ્નરે રાત્રે 2 વાગ્યે આરતી કરાઈ હતી. તેમજ સૈયદપુરામાં પથ્થરમારાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, સવાર થતા જ પથ્થર મારાનાં તમામ આરોપીઓ જેલમાં હશે. પથ્થરમારાની આ ઘટનામાં કોઈને છોડાશે નહી. તેમજ તમામ પથ્થર મારો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. તેમજ સુરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક કાર્યવાહી કરાશે. લોકોને ખાસ વિનંતી છે કે કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવં. તેમજ પથ્થર મારામાં કઈ રીતે સગીરોનો ઉપયોગ કરાયો તે પણ ધ્યાને લેવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.