સુરત મહાનગર પાલિકા મહત્વનો નિર્ણય,1 વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે….!!

સુરત મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, મહત્વનું છે કે સુરત મનપામાં ગુજરાતી માધ્યમના 11 વર્ગ,મરાઠી માધ્યમના 11 વર્ગ,હિન્દી માધ્યમના 2 વર્ગ શરૂ કરાશે જેમાં 1 વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જ્યારે મનપા સંચાલિત સુમન સ્કૂલમાં ધો.11-12ના વર્ગો શરૂ થશે.

મનપા સંચાલિત શાળાઓમાં એક વર્ગમાં 65થી 75 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે તેવું પણ મનાઈ રહ્યું છે મહત્વું છે કે મનપા સંચાલિત સુરતની સુમન શાળામાં ધો.10માં ભણતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા અપાશે.

મનપા સંચાલિત શાળાઓમાં ધોરણ 11 અને 12માં પહેલા વર્ષે 65થી 75 વિદ્યાર્થીઓને જ અગિયારમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ એવું પણ મનાઈ રહ્યું છે કે ઉચ્ચતર માધ્યમિકના વર્ગોમાં કન્યાઓ પાસેથી એક પણ રૂપિયાની ફી નહીં લેવામાં આવે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.