સુરત મનપા નવો વેરિયન્ટ શોધવા સજ્જ,વેક્સિનબાદ સંક્રમિત થનારના સેમ્પલ લેવાશે

કોરોના નવા વેરિયન્ટ શોધવા સુરત મહા નગરપાલિકાએ સજ્જ બની છે.મનપાએ 4 માઈક્રોબાયોલોજીસ્ટ સેલ બનાવી વેક્સિન લીધા બાદ જે લોકો કોરોના સંક્રમિત બન્યા છે એવા લોકોના સેમ્પલ એકઠા કરવાનું શરૂ કર્યું છે એટલું નહી બલકે બહારગામથી આવ્યા બાદ કોરોના થયો હોય તેવા લોકોના પણ સેમ્પલ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, આ સેલ ત્રણ કેસ પર ધ્યાન આપશે. જેમાં વેક્સિનેશન થયા પછી દર્દી ગંભીર થયો હોઇ, કોરોના પછી ફરીથી કોરોના થાય અને ગંભીર સ્થિતિ સુધી પહોંચ્યો હોય તેમજ ટ્રાવેલીંગ બાદ સંક્રમિત થાય અને હાલત ગંભીર થઇ હોય તેવા કિસ્સામાં દર્દીઓના સેમ્પલ મેળવી સ્ટ્રેઇન શોધવા લેબમાં મોકલાશે.

સુરતના 75માંથી 10 સેમ્પલમાં કોરોનાનો સ્ટ્રેઇન બદલાયો, વાઇરસ ડબલ મ્યુટેડ થતાં મૃત્યુ-ગંભીર દર્દી વધ્યા હતા. સુરત સહિત રાજ્યભરમાં માર્ચ સુધી ઇન્ડિયન સ્ટ્રેઇનના 10%થી વધુ કેસ હતા, જે વધીને હવે 40 ટકાથી વધુ થયા છે, શહેરમાં યુકે, આફ્રિકા પછી ઇન્ડિયન સ્ટ્રેઇનના સૌથી વધુ કેસ, હજુ 65 સેમ્પલના રિપોર્ટ બાકી

નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે છેલ્લા દોઢથી બે મહિનામાં કોરોના દર્દીઓનાં 75 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તમામ વાઇરસનાં સ્ટ્રેઇનની તપાસ માટે પૂણેની NIV-નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી મોકલાયા  જેમાંથી દસ સેમ્પલનાં રિપોર્ટમાં વાઇરસ ડબલ મ્યૂટેડ હોવાનો રિપોર્ટ સુપરત કરાયો હતો જેમાં ડબલ મ્યુટેશન સ્ટ્રેઇનનાં લક્ષણો મોટાભાગે સરખા છે. પણ આ વાઇરસ શરીરમાં પ્રવેશે છે તો ખાંસીનાં કિસ્સા ઓછા જોવા મળે છે પણ પેટની તકલીફનાં કિસ્સા વધારે જોવા મળી રહ્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.