સુરતમાં માસ્ક ન પહેરનારા ઓટો ડ્રાઈવરની માહિતી પોલીસ-RTOને અપાશે

સુરતમાં બહારગામથી આવતાં અને હોટલમાં રોકાતા લોકોના કોવિડ ટેસ્ટની જવાબદારી હવે આવી છે. હોટલમાં બહારગામથી કોઈ ગ્રાહક આવ્યા હોય તેના કોવિડ ટેસ્ટ માટે તેઓએ મ્યુનિ.તંત્રને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત હાલમાં ઓટો ડ્રાઈવર માસ્ક ન પહેરતાં હોવાથી તેમની સામે આકરાં પગલાં ભરવા માટે માસ્ક ન પહેરનારા ડ્રાઈવરની માહિતી પોલીસ અને આરટીઓને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતમાં કોરોનાના અન લોક બાદ સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થતાં લગ્ન સમારંભ સાથે વેપાર ધંધા માટે અન્ય શહેર કે રાજ્યમાંથી લોકોનું આવન-જાવન શરૂ થઈ ગયું છે. આવા લોકોમાં સંક્રમણ આવી શકે તેવી શક્યતાને નિવારવા માટે મ્યુનિ. તંત્રએ એન્ટ્રી પોઈન્ટ, બસ સ્ટેન્ડ, રેલ્વેસ્ટેશન અને એરપોર્ટ સહિત ટેસ્ટીંગ શરૂ કરી દીધું છે.

હાલ લગ્ન સિઝનમાં બહારથી સોસાયટીમાં લોકો આવે છે તેઓની માહિતી સોસાયટીના પ્રમુખને સોંપવામાં આવી છે. જોકે, મ્યુનિ.ની આ પ્રકારની સુચના છતાં હજી પણ  સોસાયટીના પ્રમુખ દ્વારા બહારગામથી આવતાં મહેમાનોની યાદી સોંપવામાં આવી નથી.

બહારથી સુરતમાં સંક્રમણ ન આવે તે માટે મ્યુનિ.તંત્રએ હવે હોટલ માલિકને માથે પણ જવાબદારી સોંપી છે. હોટલમાં વેપાર ધંધા અર્થે બહારગામથી જે લોકો આવે છે તેની માહિતી મ્યુનિ. તંત્રને સોંપવા સાથે તેમના ટેસ્ટ કરાવવા માટેની સુચના આપી  છે. આ સુચનાનો કેટલો અમલ થશે તે તોસમય જ બતાવશે.

હાલમાં સૌથી મોટી સમસ્યા ઓટો રીક્ષા ચાલકો માસ્ક નથી પહેરતાં તેથી સંક્રમણમાં વધારો થાય  તેવી ભીતી છે. મ્યુનિ. તંત્રએ અભિયાન શરૂ કરવા સાથે માસ્ક ન હોય તેવા ચાલકોની રીક્ષામાં નહી બેસવા માટે લોકોને અપીલ કરી છે છતાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી.

જેના કારણે મ્યુનિ. તંત્રએ હવે માસ્ક વિના રીક્ષા ચલાવીને સુપર સ્પ્રેડર્સ બનતાં રીક્ષા ચાલકોની માહિતી પોલીસ અને આરટીઓને સોંપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. માસ્કવિનાના રીક્ષા ચાલકોની માહિતી પોલીસ RTOને સોંપીને તેમની સામે આકરાં પગલાં ભરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.