સુરત મહાનગર પાલિકા અને 1085 ચો. કિમી વિસ્તારનો ડેવલપમેન્ટ પ્લાન મંજૂર

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવેની બંને તરફ એક-એક કિલોમીટર કામરેજ પલસાણા સુધી 50 ચોરસ કિલોમીટર વિસ્તાર ને હાઈડેન્સિટી સીટી પ્રેસિડેન્ટ અને કોમર્શિયલ ડેવલોપમેન્ટ કરાશે

સુરત મહાનગર પાલિકા અને સુડા ના 2035 ના વિકાસ નકશાને આજે ગુજરાત સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા અને સુરત મહાનગરપાલિકાના 2035 ના વિકાસ નકશાને મંજુર કરી દેવાતા સુરતના વિકાસના નવા દ્વાર ખુલશે.

પુરાને મહાનગરપાલિકાના 1085 ચોરસ કિલોમીટર વિસ્તારના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીને કારણે છેલ્લા ૩૦ વર્ષથી રિલેશનમાં રાખવામાં આવેલી જમીનો નિયમ અનુસાર મુક્ત કરવામાં આવશે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત રેલવે સ્ટેશન અમરોલી અને તેની આસપાસના વિસ્તારને હાઈડેન્સિટી રેસીડન્ટ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ થઈ શકશે.

કામરેજ પલસાણા કોરિડોર જેવી મહત્વપૂર્ણ દરખાસ્તને અંતિમ મંજૂરી મળી શકશે. આ મંજૂરીના કારણે બુલેટ ટ્રેન, મેટ્રો રેલવે અને ટ્રાન્સપોર્ટ ફેસિલીટી શરૂ થઈ શકશે.

આ પ્લાનમાં અમદાવાદ મુંબઈમાં નેશનલ હાઇવેની બંને તરફ એક કિલોમીટર કામરેજથી પલસાણા સુધી 50 ચો કિમી વિસ્તારમાં હાઈ ડેન્સિટી ડેવલપમેન્ટ કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.