કેન્દ્રની મોદી સરકારે દેશનું પૂર્ણ બજેટ પણ રજૂ કરી દીધું છે. જોકે લોકસભા ચૂંટણીના મહિનાઓ બાદ સુરત લોકસભા બેઠક હજુ પણ ચર્ચામાં છે. લોકસભા ચૂંટણીના મહિનાઓ પહેલા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલ એક મોટી મુંઝવણમાં છે.
ખુરશીનો ખગરાટ ઓફિસ પર પહોંચ્યો
વાત એમ છે કે સુરતના પૂર્વ સાંસદ દર્શના જરદોશે સાંસદ કાર્યાલય ખાલી કર્યું નથી. ત્યારે નવા બિનહરીફ જાહેર થયેલા સાંસદ મુકેશ દલાલ દર્શનાબેન જરદોશને ફાળવાયેલી સાંસદની ઓફિસ ખાલી કરવા સીધી પૂર્વ સાંસદને રજૂઆત નથી કરી રહ્યા. આવી પરિસ્થિતીમાં સાસંદ મુકેશ દલાલે એક બાદ એક ત્રણ વખત કલેક્ટરને હૂંડી મોકલી હૂંડી સ્વિકારવાની માગ કરી છે. કલેક્ટરને 2 વખત સાંસદ મુકેશ દલાલે ફેસિલિટર સેન્ટર માટે જગ્યા ફાળવવા પત્ર લખ્યો હતો. જો કે આમ છતાં ઓફિસ ન મળતાં ત્રીજી વખત નછૂટકે સાંસદે દર્શના જરદોશનો ઉલ્લેખ કરી તેમની ઓફિસ ખાલી કરાવવાની વિનંતી કરતો પત્ર માર્ગ અને મકાન વિભાગને લખ્યો છે.
દર્શના જરદોશની ઓફિસ ખાલી કરાવવા માગ
સાંસદ કાર્યાલય માટે ચાલતા પત્રવ્યવહારનો ખુલાસો થતાં સાંસદ મુકેશ દલાલે ઓફિસ વિવાદ અંગે કહ્યું કે, તેમના અને દર્શના જરદોશ વચ્ચે કોઇ વિવાદ નથી. જોકે તેમણે એમ પણ કહ્યું કે દર્શનાબેનને રૂબરૂ રજૂઆત કરવાનો તેમનો કોઇ અધિકાર નથી. મહત્વનું છે કે ગત લોકસભામાં દર્શનાબેન જરદોશની ટિકિટ કાપી મુકેશ દલાલને સુરતની ટિકિટ અપાતાં દર્શના દરજોશે ચૂપકિદી સાધી લીધી હતી. જો કે ચૂંટણી અને મતદાન વિના રાજરમતથી બિનહરીફ જાહેર થયેલા સાંસદ મુકેશ દલાલ સામે હવે દર્શના જરદોશ રાજહઠ અને મહિલા હઠ બન્ને એકીસાથે બતાવી રહ્યા હોય તેવી ચર્ચા છે. તેવામાં સાંસદ તરીકેનો રાજધર્મ નિભાવવા ઓફિસ માગી રહેલા સુરતના નવા સાંસદ મુકેશ દલાલ પૂર્વ સાંસદ સામે ખગરાટ ટાળવા ઓફિસ માટે હૂંડી સ્વિકારવાની કલેક્ટર સમક્ષ માગ કરી રહ્યા છે. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.