સુરતમાં (Surat) જાહેર માર્ગ પર જન્મ દિવસ ઉજવણી કરવા પર પ્રતિબંધ છે અને તેમાં પણ હથિયાર સાથે ફરવા પર ત્યારે સુરતનાં વેસુ વિસ્તારમાં જન્મ દિવસની (Birthday) તલવાર સાથે હવામાં ફાયરિગ (firing) કરી ઉજવણી કરતો વિડીયો વાઇરલ થતા વિવાદ શરુ થયો છે.
સુરતનાં વેસુ વિસ્તાર પર કેટલાક યુવાન પોતાના મિત્રનો જન્મ દિવસ જાહેર રોડ પર ઉજવણી કરતા દેખાય છે. જન્મ દિવસ હોવાને કારણે જાહેરમાં તલવારથી કેક કટીંગ કરીને ઉજવણી કરી રહ્યાં છે. આ સાથે ઉભેલા યુવાને પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી એક પછી એક 3 રાઉન્ડ હવામાં ફાયરિગ કર્યું હતું. જોકે, આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
મિત્ર અને યુવકે હવામાં ફાયરિંગ કર્યું
વીડિયોમાં દેખાતો આ ફાયરિંગ કરનાર મનપાનાં કર્મચારી સેનેટરી ઇન્સપેક્ટર દિલીપ વાંસદિયાનો પુત્ર અને તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. હરદત્ત વાંસદિયાની બર્થ ડે નિમિત્તે મિત્રો દ્વારા ઉજાણી રાખવામાં આવી હતી. રોડ કિનારે જાહેરમાં કેક કપાઇ હતી. ત્રણથી ચાર કેક કપાઇ જેમાં એક ઉપર દરબાર, બીજા ઉપર પ્રધાન વગેરે લખવામાં આવ્યું હતું. હરદત્ત કેક કાપે છે એ દરમિયાન તેનો મિત્ર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે અને પછી તે પોતે પણ ચારેક રાઉન્ડ ફાયરિંગ કરે છે.
હરદત્ત વાસદિયાની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફાયરિંગના વીડિયો અપલોડ કરાયા હતાં. હરદત્ત જ નહીં તેના પિતા દિલીપસિંહ વાંસદિયાના પણ ફાયરિંગ કરતાં વીડિયો છે. જન્મદિવસની પાર્ટી ઉપરાંત બંને અન્ય પ્રસંગ અને સ્થળે તેઓ ફાયરિંગ કરતાં હોય એવી ક્લીપ પણ અપલોડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના ઘરમાં તલવાર, એરગન અને રિવોલ્વર જેવા હથિયારો પણ રાખવામાં આવતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં મુકવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.