સુરત મહાનગર પાલિકા દ્વારા સામી દિવાળીએ એક અનોખી યોજના અમલમાં મુકી છે. આ યોજનાનું નામ સંવેદનાનો ખુશીનો પીટારો જેમાં એક યુનીક કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો
સુરત મહાનગર પાલિકા દ્વારા સામી દિવાળીએ એક અનોખી યોજના અમલમાં મુકી છે. આ યોજનાનું નામ સંવેદનાનો ખુશીનો પીટારો જેમાં એક યુનીક કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મનપા દ્વારા એક સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે જયા લોકો પાસેથી કપડા , રમકડા , ફટાકડા સહિતના ગીફટ લઇ તેને દિવાળી પહેલા ગરીબ પરિવારને આપવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા આ યુનિક કોન્સેપ્ટની મદદથી ગરીબ પરિવારોને દિવાળી પહેલા ભેટ આપવા માંગે છે. સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જયાં કપડા માટે , રમકડાં માટે અને ફટાકડા સહિતની સામગ્રી શહેરી જનો દાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.