– સાકેત રો હાઉસમાં દંપતી જુગારધામ ચલાવતું હતું, પોતે પણ જુગાર રમતા હતા, અન્ય ત્રણ મહિલા સહિત 9 રંગેહાથ ઝડપાયા
મોટા વરાછાના સાકેત રો હાઉસમાં બપોરના અરસામાં જુગાર રમતા 4 મહિલા સહિત 9 જણાને અમરોલી પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂા. 75 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
અમરોલી પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના સાકેત આશ્રમમાં ઘર નં. 116/4 માં રહેતા અરવિંદ ગોવિંદ મોણપરા (ઉ.વ. 49) ને ત્યાં દરોડા પાડયા હતા.
જયાંથી જુગાર રમતા અરવિંદ અને તેની પત્ની જયોત્સના અરવિંદ મોણપરા ઉપરાંત શૈલેષ બાબુ તરકર (રહે. રોયલ ટાઉનશીપ, સરથાણા જકાતનાકા), ઘનશ્યામ ભગવાન ગોહિલ, અરવિંદ જીવરાજ મુંજપરા (બંન્ને રહે. સત્યનારાયણ સોસાયટી, મરઘા કેન્દ્ર પાસે, કાપોદ્રા), દેવેશ ત્રિભુવનદાસ ઠક્કર (રહે. નીલકંઠ રેસીડન્સી, ક્રોસ રોડ, અમરોલી), મનિષા ભાવેશ કોટડીયા (રહે. વૃંદાવન સોસાયટી, છાપરાભાઠા રોડ), વનીતા જયેશ ગેડીયા (રહે. કવિતા સોસાયટી, સરથાણા જકાતનાકા) અને વર્ષા દિનેશ અગ્રવાલ (રહે. શિવશક્તિ સોસાયટી, કારગીલ ચોક, કાપોદ્રા) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા.
પોલીસે જુગારની રમતના રૂા. 40 હજાર અને અંગ જડતીના મળી કુલ રૂા. 75,150ની મત્તા કબ્જે લઇ તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સાકેત રો હાઉસમાં રહેતા અરવિંદ અને તેની પત્ની જયોત્સના જુગાર ધામ ચલાવતા હતા અને તેઓ પણ જુગાર રમતા હોવાની પ્રાથમિક કબૂલાત કરી હતી.
પોલીસે તમામ વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ અલગ ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.