ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા ડોક્ટરોએ હર હંમેશ દર્દીઓની સેવામાં હાજર હોય છે. રાજ્યના ડોક્ટરોએ “કોરોનાથી ડરવાનું નથી પણ તેમની સામે પડતાની સાથે સેવા કાર્યોમાં પણ આગળ પડતા રહે છે. મોટા વરાછા મેડિકલ અસોસિએશનના 70 ડોક્ટરોએ પ્લાઝમા અને રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી.
મોટા વરાછા મેડિકલ અસોસિએશનના પૂર્વ પ્રમુખ ડો. યોગેશ વાઘાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી કારગત સાબિત થઈ છે. ત્યારે અસોસિએશનના તબીબોએ ઝુંબેશ ઉપાડીને દર્દીઓ માટે પ્લાઝમા પુરુ પાડવાનું બીડું ઉપાડ્યું છે.
અસોસિએશનના સભ્યો દ્વારા લોકડાઉન દરમિયાન સેવા આપતા ક્યાંકને ક્યાંક સંક્રમિત થયા હશે. હું પણ કોરોના સંક્રમિત થયો હતો. 30 જુનના રોજ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. 14 દિવસ હોમ આઈસોલેટ રહીને સારવાર લીધી હતી.
28 દિવસ બાદ સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કમાં એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો. જેમાં એન્ટિબોડી બન્યા હોવાથી 20 જુલાઈએ પહેલી વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું.
પંદર દિવસ બાદ ફરી જરૂર જણાશે તો આપવા તૈયાર છું. તેવી જ રીતે સેવાના હેતું અસોસિએશનના અન્ય તબીબો પણ ખંભેથી ખંભો મળાવીને લોકોને કોરોનાથી બચાવવા અને કોરોના કાળને નાથવા પ્રયત્નો કરી રહ્યા છે.
મોટા વરાછા મેડિકલ અસોસિએશનના પ્રમુખ ડો. સંજય ઠુમ્મરે કહ્યું કે કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમણની સામે લડવા સારી રોગપ્રતિકારક શક્તિ હોવી એ વરદાનરૂપ છે. એલોપેથિક સારવારની સાથે હોમિયોપેથિક અને આર્યુર્વેદિક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેન્કના ડો. અંકિતા શાહનો સંપર્ક કરી તમામ તબીબના એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા. સાથે અસોસિએશનમાં જોડાયેલ તબીબોએ ઝુંબેશ ઉપાડી કે કોરોના સંક્રમિત દર્દીઓને સરળતા પ્લાઝમા મળી રહી બ્લડની જરૂર હોય તેમને બ્લડ મળી રહે. 37 ડોક્ટરના એન્ટિબોડી બન્યા તેઓએ સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યુ. બાકીના 33 તબીબોએ બ્લડ ડોનેટ કરીને પૃથ્વી પર ફરી રહેલ સફેદ વસ્ત્રોમાં દેવદૂત બનેલા તબીબોઓએ અનેક લોકોને જીવનદાન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.