સુરત મ્યુનિ. સાથે સંમત અસરગ્રસ્તોએ શરૂ કર્યું સ્વૈચ્છિક ડિમોલીશન

– બે વર્ષ બાદ પાલ- ઉમરા બ્રિજનું ગ્રહણ દુર થયું

– કરાર કરનારા મિલ્કતદારોને ભાડું અને અન્ય સુવિધા આપવાનું શરૂ કરાયુ

સુરત મ્યુનિ. સાથે કરાર કરનારા ઉમરાના એપ્રોચ તરફના ત્રણ જેટલા અસરગ્રસ્તોએ આજથીસ્વૈચ્છિક ડિમોલીશન શરૂ કરી દીધું છે. આજથી ત્રણ મિલ્કતદારોએ સ્વૈચ્છિક ડિમોલીશન શરૂ કરતાં બે વર્ષ કરતાં વધુ સમયથી અટકી પડેલું પાલ ઉમરા બ્રિજના કામ પરલાગેલં ગ્રહણ દુર થયું છે. મ્યુનિ. તંત્રએ આ દરમિયાન મ્યુનિ.ને સહકાર ન આપતાં મિલ્કતદારો માટે એક નોટીસ જાહેર કરી છે. આ નોટીસનો સમય પુરો થાય તે પહેલાં મ્યુનિ.તંત્ર સાથે કરાર ન કરવામા આવે તો મ્યુનિ. તંત્ર દ્વારા ફરજ્યાત લાઈન દોરીનો અમલ કરવા સાથે કરાર કરનારા અસગ્રસ્તોને જે લાભ આપવામા આવ્યા છે તે લાભ નહીં આપવામાં આવશે તે સ્પષ્ટ કરી દીધું છે.

મ્યુનિ.ની તાપી નદી પર પાલ અને ઉમરા વચ્ચે બીઆરટીએસ માટેનો તાપી બ્રિજ બનાવવા માટેની શરૂઆત 2015માં કરી હતી પરંતુ રાજકીય પરિબળ સાથે કેટલાક અસરગ્રસ્તોનો સહકાર ન મળતાં આ કામગીરી અટકી પડી હતી. કોર્ટમાં પાલ ઉમરા બ્રિજ મુદ્દે સમાધાન થતાં મ્યુનિ. તંત્રએ જગ્યા, વળતર તથા ભાડું આપવાના કરાર કર્યા છે. અત્યાર સુધી જગ્યા સંપાદન કરવામાં મ્યુનિ. તંત્રએ પાલ ઉમરા બ્રિજમાં સૌથી વધુ ઉદારી દાખવી છે.

પરંતુ મ્યુનિ. તંત્રના માનવતાવાદી અભિગમ સામે કેટલા અસરગ્રસ્તોએ કોર્ટમાં સમાધાન બાદ પણ સહકાર આપ્યો ન હોવાથી કામગીરી અટકી પડી હતી. હાલમાં મ્યુનિ.તંત્રએ સહકાર ન આપતાં મિલ્કતદારોની મિલ્કત સામે ફરજ્યાત લાઈન દોરી મુકી દીધી છે. તો બીજી તરફ મ્યુનિ. સાથે કરાર કરનારા તથા જેમના દસ્તાવેજ થઈ ગયાં છે તેમાંથી ત્રણ મિલ્કતદારોએ આજથી સ્વૈચ્છિક ડિમોલીશન શરૂ કરી દીધું છે.

મ્યુનિ. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ફરજ્યાત લાઈન દોરી માટેની દરખાસ્ત મંજુર થયાં બાદ હવે નોટીસ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ નોટીસનો સમય 3 નવેમ્બરના રોજ પુરો થાય છે ત્યાં સુધીમાં અન્ય મિલ્કદતદારો મ્યુનિ. તંત્ર સાથે કરાર ન કરે તો મ્યુનિ. તંત્ર અસરગ્રસ્તોને અન્ય મિલ્કતદારને જે સુવિધા આપવામાં આવી છે તેમાંથી કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવશે નહીં. આજથી ત્રણ મિલ્કતદારોએ ડિમોલીશન શરૂ કરી દેતાં આગામી દિવસોમાં મ્યુનિ. પાલ ઉમરા બ્રિજની કામગીરી ઝડપી બનશે. 3 નવેમ્બર બાદ અસરગ્રસ્તો મ્યુનિ. સાથે કરાર ન કરે તો તેઓની મિલ્કત પર ફરજ્યાત સંપાદનની કામગીરી કરીને બ્રિજના એપ્રોચની બાકી કામગીરી ઝડપી બનાવાવવા માટે મ્યુનિ.તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.