સુરતમાં મ્યુનિ.-સુડાના 448 કરોડના કામોનું મુખ્યમંત્રી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

શનિવારે પાલના સંજીવકુમાર ઓડિટોરીયમમાં મુખ્યમંત્રી સાથે સુરતના તમામ ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે

ટર્મ પુરી થાય તે પહેલાં વિકાસને વેગ મળ્યો

સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોની ટર્મ પુરી થાય તેના એક દિવસ પહેલાં એટલે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી મ્યુનિ. અને સુડાના  વિવિધ કામોનું લોકાપર્ણ અને ખાતમુર્હૂત કરશે. સુરત મ્યુનિ. અને સુડા મળીને 448.27 કરોડ રૃપિયાના પ્રોજેકટનું લોકાપર્ણ ખાત મુર્હૂત કરવામાં આવશે.

સુરતમાં કોરોના શરૃ થયો ત્યારથી નવ મહિના સુધીમાં 350 કરોડના વિકાસના કામો થયાં હતા અને ત્યાર બાદ નવા કામો પર બ્રેક લાગી ગઈ હતી. પરંતુ ટર્મ પુરી થવાના એક દિવસમા ંજ મ્યુનિ.ના 7.88 કરોડના પ્રોજેકટના લોકાપર્ણ અને 365.44 કરોડના પ્રોજેકટના ખાત મુર્હૂત મળીને 373.23 કરોડના પ્રોજેક્ટના ખાત મુર્હૂત અને લોકાપર્ણ કરવામા ંઆવશે.  આ ઉપરાંત સુડામાં 82.83 કરોડના પ્રોજેકટના ખાત મુર્હૂત કરવામાં આવશે.

 

સુરત મ્યુનિ.ના ભાજપ શાસકોની ટર્મ પુરી થવાના એક દિવસ પહેલાં જ એક સાથે 448 કરોડ રૃપિયાના પ્રોજેક્ટના કામોના લોકાપર્ણ- ખાત મુર્હુત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે કરવામા ંઆવશે.  સુરત મ્યુનિ.ના પાલ ખાતેના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં  મ્યુનિ.ના પદાધિકારીઓસુરતનવસારી અને બારડોલીના સાંસદ તથા સુરતના તમામ બાર ધારાસભ્યો આ કાર્યક્રમમાં હાજર રહેશે. 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.