સુરતમાં પર્યાવરણ જાળવણી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા દોડાવાતી બસમાં પણ હવે ઈ-બસનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મનપા દ્વારા હવે મનપાના ઉપયોગમાં આવતી કાર પણ ઈ-કાર લેવાનું શરૂ કર્યુ છે. જેમાં હાલમાં પાંચ ઈ-કાર લેવામાં આવી છે જે રવિવારે કંપની તરફથી મનપાને આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સોમવારથી યોજાનારી સ્માર્ટ સિટી સમિટમાં પણ પાલિકા દ્વારા પર્યાવરણ ફ્રેન્ડલી ઈ-વ્હીકલનો કોન્સેપ્ટ બતાવવા માટે ઈ-બસ અને ઈ-કાર ઉપયોગમાં લેવામાં આવશે. ડેલીગેટ્સ માટે પણ મનપા દ્વારા આ ઈ-વ્હીકલનો ઉપયોગમાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા હાલ 49 ઈ-બસ શરૂ કરવામાં આવી છે અને હજી વધુ 100 જેટલી ઈ-બસ શહેરમાં દોડાવવાનું આયોજન છે તેમજ શહેરીજનો વધુમાં વધુ ઈ-વ્હીકલનો ઉપયોગ કરે તે માટે પણ મનપા દ્વારા બજેટમાં ઈ-વ્હીકલને શરૂઆતના વર્ષોમાં ટેક્સ ફ્રી કરવાનું આયોજન છે તેમજ મનપા દ્વારા અન્ય વાહનો જેવા કે, કચરા માટે તેમજ કાટમાળ વગેરેમાં ઉપયોગમાં લેવાતી ગાડીઓ પણ ઈ-વ્હીકલ લેવાનું નક્કી કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.