સુરતમાં ડાયમંડના કર્મચારીઓને કાર આપનારા એકમાત્ર સવજીભાઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ

સુરતમાં ડાયમંડ ઉદ્યોગકાર સવજી ધોળકિયાએ સાયબર ક્રાઇમમાં અરજી કરી છે. ફેસબુકના ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પેજ પર થયેલી વિવાદાસ્પદ પોસ્ટ સામે આ અરજી કરવામાં આવી છે. ફેસબુકના પેજ પર ખોટું લખાણ લખવામાં આવ્યું હોવાનો દાવો છે. સવજી ધોળકિયાની અરજી સાયબર ક્રાઇમ પોલીસે અરજી પર તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

??નિચે ના લખાણ ડાયમંડ વકઁર યુનીયન ગુજરાત ફેસબુક પર કરવામાં આવેલી માં આવેલી પોસ્ટ ની વિગત

પ્રતિશ્રી
આદરણીય શ્રીસવજી કાકા

વિષય: તમે આપેલ ગાડી ઓ ના હપ્તા ભરવા બાબતે
જય ભારત સાથે જણાવવાનુ કે ગયા વર્ષે તમે જે રત્ન કલાકારો ને ગાડી ઓ આપી હતી
એ ગાડી ઓ ના હપ્તા ભરવા માં અમારા રત્ન કલાકારો ને મોઢે ફીણ આવી જાય છે
ગયા વર્ષે તમે જે ગાડી ઓ આપી હતી ત્યારે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો હતો કે આ ગાડી ઓ ના હપ્તા કોણ ભરશે ?
ત્યારે તમે મીડિયા માં એવી પ્રતિક્રિયા આપી હતી કે કર્મચારીઓ ચિંતા ના કરે ગાડી ના હપ્તા અમારી કંપની ભરશે
જોકે ગાડી ઓ ના હપ્તા તો આજની તારીખે પણ કારીગરો જ ભરે છે
અત્યારે હીરા ઉધોગ માં મંદી ના કારણે તમે પણ કારીગરો ના પગાર કાપી નાખ્યા છે
મંદી ના કારણે અત્યારે રત્ન કલાકારો ની હાલત કફોડી છે

ત્યારે કારીગરો પોતાનું ઘર ગુજરાન માંડ માંડ ચલાવે છે પોતાના બાળકો ની શિક્ષણ ફી નથી ભરી શકતા
મકાન ના હપ્તા નથી ભરી શકતા ત્યારે કારીગરો આ ગાડી ના હપ્તા કેવી રીતે ભરે ??
તમે જે હર્ષ અને આનંદ સાથે ગાડી ઓ આપી ત્યારે તમે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ગાડી ના હપ્તા અમે ભરશું પણ તમે હપ્તા ભર્યા નથી
થોડા સમય પહેલા તમે મીડિયા ને એવી પણ પ્રતિક્રિયા આપી હતી કે આ વર્ષે તમે કારીગરો ને ગાડી ઓ આપવા ના નથી ત્યારે આપ વડીલ ને અમારી નમ્રતા પૂર્વક ની વિનંતી છે કે આ વર્ષે ગાડી ઓ આપો કે ના આપો પણ ગયા વર્ષે તમે જે ગાડી ઓ આપી એના હપ્તા ભરી તમે આપેલ વચન પાળો તો ભયો ભયો
અમને આશા છે કે તમે જે હપ્તા ભરવા નુ વચન આપ્યું હતું તે નિભાવશો જ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.