સુરતના કતારગામ વિસ્તારની પુષ્પકુંજ સોસાયટીમાં બંદૂક લઈને વોચમેનને બંધક બનાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ

  • લોકો જાગી જતાં લૂંટારૂઓ નાસી ગયા
  • બૂમાબૂમ કરી લોકોએ લૂંટારૂઓને ભગાડ્યા

સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં બંદૂક લઈને પાંચેક લૂંટારૂઓ આવ્યાં હતાં. રાત્રિના 12 વાગ્યા બાદ આવેલા લૂંટારૂઓએ સૌ પ્રથમ સોસાયટીના વોચમેનને બંઘક બનાવી લીધો હતો. ત્યારબાદ છૂપા પગલે સોસાયટીમાં બંદૂકો લઈને પહોંચ્યા હતાં. જો કે, લોકો જાગી જતાં તેમનો કારસો સફળ થયો નહોતો અને તમામને નાસી જવાની ફરજ પડી હતી.

લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ

પુષ્પકુંજ સોસાયટીમાં બંદૂક જેવા હથિયારો સાથે લૂંટારૂઓ આવ્યાં હતાં. લૂંટારૂઓએ લૂંટ ચલાવવાના ઈરાદે સોસાયટીમાં પ્રવેશીને કોઈ મોટો અંજામ આપે તે પહેલા લોકો જાગી ગયા હતાં. લોકોએ સમયસૂચકતા દાખવીને બૂમાબૂમ કરી મુકી હતી.જેથી લૂંટારૂઓ નાસી છૂટ્યાં હતાં. લૂંટારૂઓએ ચહેરા પર બુકાની જેવું બાંધ્યું હતું. હથિયારો સાથે આવેલી લૂંટારૂ ટોળકી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા આવી હોવાની વાતા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો છે. સ્થાનિકોએ સીસીટીવી સહિતની વિગતો પોલીસને આપી છે. પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.