સુરતઃ શહેરમાં મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે. દરમિયાન આજે વરાછા વિસ્તારમાં રોડ પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ થયું હતું. જેમાં એક બાઈક સવાર યુવક રોડ પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જાય છે. ત્યારબાદ યુવક સ્નેચરને પકડવાનો પ્રયાસ કરે છે. જોકે, સ્નેચર ભાગવામાં સફલ રહે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.
બે દિવસ પહેલા 24 કલાકમાં 3 ચેઈન સ્નેચિંગ થયા હતા
શહેરમાં બે દિવસ પહેલા 24 કલાકમાં 3 ચેઇન સ્નેચિંગના બનાવો સામે આવ્યા હતા. જેમાં વાત કરીએ તો અણુવ્રત દ્વારથી જોગર્સ પાર્કની વચ્ચે વેપારી અક્ષય હરિપ્રસાદ ઝવેરી 26મી તારીખે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. દરમિયાન બાઇક પર આવેલા બે બદમાશોએ મેઘસર્મન બિલ્ડિંગની સામેથી વેપારીના ગળામાંથી 4 તોલાની સોનાની ચેઇન રૂ.1.70 લાખની તોડીને ભાગી ગયા હતા. વેપારીએ બૂમાબૂમ પણ કરી છતાં બન્ને બાઇક પર ભાગવામાં સફળ થયા હતા. ઉપરાંત અન્ય એક બનાવમાં સચીન કનકપુર રોડ આદર્શનગર સોસાયટી પાસેથી સંદીપ ઉતેકરની માતા 26મી તારીખે બપોરે પસાર થતી હતી. દરમિયાન અજાણ્યા શખ્સે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડીને ભાગી ગયા હતા. રસ્તામાં અન્ય એક મહિલાની પણ બે તોલાની સોનાની ચેઇન તોડી ભાગી ગયા હતા. આ ઘટનામાં સચીન પોલીસે ચેઇન સ્નેચર બાકરઅલી અહેમદ ઈરાની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.