નાનપુરા વિસ્તારમાં સ્કૂલના બાળકોને લઈને જતી ઓટો રિક્ષા બંધ થઈ ગઈ હતી. બાદમાં બાળકો પાસે ઓટોરિક્ષાના ડ્રાઈવરે રિક્ષામાં અમૂક બાળકો સાથે બેસી રહીને ધક્કો મરાવ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પાસે રિક્ષાને ધક્કો મરાવતાં વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ઓટો ચાલક સામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.આ અંગે આરટીઓના સુત્રોએ જણાવ્યું હતું કે, રિક્ષા નંબર જીજે 5 એવાય 4300ના ડ્રાઈવર સામે નિયમો અનુસાર પગલાં લેવામાં આવશે. જો કે, આ બાબતે વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં સામે આવી હતી. બાળકો પાસે રિક્ષામાં ધક્કા મરાવવા યોગ્ય ન હોય આવા ચાલકોની રિક્ષામાં બાળકો ન મોકલવા સોશિયલ મીડિયામાં કોમેન્ટ આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.