સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.૧૦૩.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૧ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે.
News Detail
ઉલ્લેખનીય છે કે, સુરતમાં ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસના ઝડપી વિકાસને કારણે એક પૂરક તરીકે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની વધતી માંગને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાત સરકારે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)ની રચના કરી, જેને ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી લિમિટેડ (DREAM સિટી લિમિટેડ) નામ આપવામાં આવ્યું. આ ડ્રીમ સિટી તેના હિતધારકો માટે સર્વિસ પ્રોવાઇડર તરીકે કામ કરશે. હાલ ફેઝ-૧ અને ફેઝ-૨ સંબંધિત રૂ.૪૦૦ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ઘટકોમાં રસ્તાઓ, યુટિલિટી ડક્ટ્સ, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠો, ગટર નેટવર્ક, વરસાદી પાણીની ગટર વગેરેનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.