હાથી ના દાત ‘ચાવવાના ય જુદા અને દેખાડવાના ય જુદા’ આ કહેવત સુરતની કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ સાર્થક કરી છે. નિશ્ચિત પાટીદાર શ્રેષ્ઠીઓ પાસેથી 500 કરોડનું દાન ઉઘરાવી હોસ્પિટલ બનાવી પણ સેવા કરવાના બદલે લૂંટ ચલાવવાની શરૂઆત કરી. મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં મફત મળતી સારવારના 4-4 લાખ રૂપિયા લઈ લૂંટ કરવાનું શરૂ કર્યું છે.
- વડાપ્રઘાન મોદીએ કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું
- ઉઘાડી લૂંટ બાદ પણ સંચાલકો કહે છે કોઈ ફરિયાદ નથી મળી
- દર્દીઓ સેવા સમજી અહીં આવે છે પણ મળે છે નિસાસા
સેવા કે લૂંટ
સેવાના નામે લૂંટ ચલાવતી કિરણ હોસ્પિટલ પર જ્યારે પત્રકારો પહોચ્યા ત્યારે લૂંટ છુપાવવા દાદાગીરી પણ કરી અને ઢાંકપીછોડો કરી પ્રજા વચ્ચે સત્ય છુપાવાવનો પ્રયત્ન કર્યો હતો. અંતે એક લૂંટનું બીજું ઉદાહરણ સામે આવ્યું કે કેન્સરની ટ્રિટમેન્ટ માટે જરૂર પડતું કિમોનું બજારમાં 15 હજારમાં મળતું ઈન્જેક્શન અહીં 50 હજારમાં મળે છે અને એ પણ બહારથી લાવી શકાય નહીં આજ ખરીદવું ફરજિયાત.
દાન અને સેવાનાં નામે હોસ્પિટલમાં કર્યો માણસાઇનો વેપાર
કિરણ હોસ્પિટલમાં કન્સરનાં દર્દીઓને બહારથી મળતું 15 હજારનું ઇન્જેક્શન ખરીદવાની મનાઇ કરી જબરજસ્તી 15 હજારનું ઇન્જેક્શન હોસ્પિટલમાંથી રૂ 50 હજારમાં ખરીદવા દબાણ કરતાં હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઇ છે. તમામ સમાજનાં લોકોને સસ્તામાં સારી સારવાર મળી રહે તેવી આ હોસ્પિટલ બનાવવાં માટે પાટીદાર સમાજે 500 કરોડનું દાન મેળ્યું હતું. પીએમ મોદીએ આ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું. શું પાટીદારો હોસ્પિટલનાં નામે લૂંટ ચલાવી રહ્યાં છે?
હોસ્પિટલની ખુલ્લી લૂંટ કોની રહેમનજર હેઠળ?
હોસ્પિટલ નિયમો અને માણસાઈને નેવે મુકી ખુલ્લી લૂંટ ચલાવી રહી છે. આરોગ્ય વિભાગે કેમ માત્ર તેને સરકારી યોજનાઓનાં લિસ્ટમાંથી બહાર કાઢી સંતોષ માની રહી છે. ઉઘાડી લૂંટ ચલાવતી આ હોસ્પિટલનું લાઇસન્સ કેમ રદ નથી કરવામાં આવતું. શું સરકારી પાટીદારોના અગ્રણીઓને સાચલવા માટે આંખ આડા કાન કરી રહી છે?
હોસ્પિટલમાં દર્દીઓ રજડી પડ્યાં
સુરતની કિરણ હોસ્પિટલમાં ‘મા’ કાર્ડ અને ‘આયુષ્માન’નાં દર્દીઓ પાસે પૈસા માંગતી હતી. પૈસાની આ લૂંટની ફરીયાદ આરોગ્ય કમિશ્નર સુધી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદોને ધ્યાને લઇ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલને સરકારી યોજનાઓમાંથી બાકાત કરાઇ છે. કાર્ડ સસ્પેન્ડ થયાં કેન્સર તથા અન્ય બિમારીથી પિડાતા દર્દીઓ રજડી પડ્યાં છે.
હોસ્પિટલના સત્તાધીશોની નફ્ફટાઇ
કિરણ હોસ્પિટલમાં મફત સેવા કરાવવાનો ચાર્જ રુ 4 લાખ છે. વીટીવીનાં રિપોર્ટર સામે દર્દીઓના સગાઓ ઠાલવી હૈયાવરાળ એક દર્દીના સગાએ કહ્યું હું મારા સાસુને લઇને આવી છું. તે ચાર દિવસ પહેલાથી એડમિટ છે. હવે હોસ્પિટલના સત્તાધીશો કહે છે. મા કાર્ડનહી ચાલે રુ 4 લાખ ભરવા પડશે.
બે મહિનાથી એક યુવકનાં સ્વજનને અહીં દાખલ કર્યા છે. તેનો સારવાર અને દવા દારુનો ખર્ચ રુ 8 લાખ થયો છે. ત્યારે સવાલ એ છે કે આ કેવી મફત સેવા છે જેનાં ખર્ચ લાખોમાં થઇ રહ્યાં છે. જ્યારે વધુ એક દર્દીનાં સગાએ કહ્યું છે કે, અમારાં સ્વજનની સારવાર 6 દિવસથી ચાલી રહી છે. ત્યારે હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું છે કે સરકારી યોજનાઓનાં કાર્ડ પર મળતી સુવિધાઓ બંધ થઇ ગઇ છે. તમારે સારવાર ચાલું રાખવાં માટે ફરી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે આરોગ્ય વિભાગે લેટરમાં 4 દિવસ પહેલાં એડમિટ કરાયેલાં દર્દીઓને જ આનો લાભ ન મળે તેવી વાત કરાઈ છે. તેમ છતાં સત્તાધીશો સુધરવાનું નામ નથી લેતા અને તમામ દર્દીઓની સારવાર અટકાવી દઇ ફરી પૈસા પડાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.