સુરત: ઓડ ઇવન ફોર્મ્યુલાના અમલ પ્રમાણે કાપડબજારની 50 ટકા દુકાનો આજથી ખુલશે

– કોરોના સંક્રમણ વધતા વેપારીઓમાં કામકાજ ચાલુ રાખવા બાબતે ભારે અવઢવ છે

 

કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને પ્રશાસને જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે કાપડમાર્કેટ ઑડ ઇવન ફોર્મ્યુલા પ્રમાણે 50 ટકા દુકાનો આજથી ખુલશે. જોકે કામકાજ ચાલુ રાખવા બાબતે વેપારીઓમાં ભારે અવઢવ છે. દુકાનો અને ઓફિસો નહીં ખોલવાની હિમાયત પણ અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

સંક્રમણના કેસો ખૂબ જ વધી ગયા છે અને હોસ્પિટલમાં પણ બેડ ઉપલબ્ધ નથી. અત્યારે જે સંજોગો ઊભા થયા છે તેને ગંભીરતાથી લેવામાં આવે અને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાની હિમાયત પણ કરવામાં આવી છે. આજે કાપડ બજારની અડધોઅડધ જેટલી દુકાનો ઑડ ઈવન ફોર્મ્યુલા અંતર્ગત ખુલવાની નહીં હોવાથી, કાપડ બજારના મુલાકાતીઓ ઓછા થઇ જશે.

ઓડ ઇવનનો આજથી અમલ શરૂ થાય તે પહેલાં માર્કેટના ઘણાં વેપારીઓ તેનો અમલ કંઈ રીતે શરૂ થશે, તે બાબતે પૂછપરછ કરી રહ્યાં છે. કેમકે આજથી હવે વેપારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ કામકાજ શરૂ કરવાનો સમય મળશે. માર્કેટમાંની દુકાનો માટે કઈ હરોળને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું પણ વેપારીઓ જાણવા માંગી રહ્યાં છે. કાપડ બજારનો સમય આજથી સવારના 10થી સાંજના 5 કરવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.