સુરત- શિવરાત્રિ નિમિત્તે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઈચ્છનાથ મહાદેવના દર્શન કરી પૂજા કરી

સુરતમાં શિવરાત્રિ નિમિત્તે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા હતા. આ મંદિરનું સંચાલન પોલીસ હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવે છે

News Detail

સુરતમાં શિવરાત્રિ નિમિત્તે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા હતા. આ મંદિરનું સંચાલન પોલીસ હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવે છેઆજે પવિત્ર શિવરાત્રી નિમિત્તે ઈચ્છનાથ મહાદેવના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું. આ સાથે તેમને પૂજા અર્ચના કરી  મહાદેવ દરેક પર પોતાની કૃપા રાખે તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું.  ઇચ્છાનાથ મહાદેવનું આ મંદિરનું સંચાલન સુરત પોલીસ હેડક્વાર્ટર દ્વારા કરવામાં આવે છે. સુરતમાંથી મોટી સંખ્યામાં ભાવી ભક્તો અહીં દર્શન માટે આવે છે. હર્ષ સંઘવી પણ અન્ય ભાવી ભક્તોની જેમ જ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા.

સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઇચ્છાનાથ મહાદેવ ખાતે પૂજા અર્ચના કરી રાજ્યની શાંતિ અને સલામતી માટે વિશેષ પ્રાર્થના કરી હતી. ખાસ કરીને આજે રાજ્યભરમાં ઠેર ઠેર જગ્યાએ ભગવાન શિવની પૂજા મંદિરોમાં ચાલી રહી છે. ત્યારે ગૃહ મંત્રીએ પણ સુરત ખાતે મંદિરમાં પહોંચ્યા હતા. સુરત સહીત તમામ મંદિરોમાં પણ સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

ભગવાન શિવની ઉપાસનાના પાવન પર્વ મહાશિવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તેમ સોશિલય મીડિયાના માધ્યમ થકી પોસ્ટ શેર કરીને શુભકામનાઓ પણ પાઠવી હતી. સાથે મહાદેવ દરેક પર પોતાની કૃપા રાખે તેમ મંગલ કામના હર્ષ સંઘવીએ કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.