સુરત શહેરનાં લોકોએ ફરી એકવાર માનવતા મહેંકાવી સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.. સુરતમાં ૧૫ માસની બાળકીને લિવર ફેલ્યોર જેવી બિમારીથી ઉગારવા પિતા પાંચ દિવસ રોડ ઉભા રહીને દાનની અપીલ કરનાર પિતાએ સુરતીઓે એ ૧૬ લાખનું ભંડોળ એકત્ર કયુઁ છે.
સુરતનાં ભેસ્તાન વિસ્તારોમાં રહેતાં નિલેશ પટેલ મજૂરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ૧૫ મહિનાની પુત્રી હીરને લીવરની ગંભીર બિમારી છે. લાખોની રકમ એકત્ર કરવા માટે તેઓ સક્ષમ ન હતાં. પિતાએ હાર ન માની. દિકરીને બચાવવા માટે પ્રયાસો શરુ કરી દિધાં.
મુંબઈની હોસ્પિટલ તરફથી બાળકીને લિવર સિરોસીસ રોગ હોવાનું જણાવાયું હતું. જેથી પુત્રીને બચાવના નિલેશ ભાઈ પાંચ દિવસ રોડ પર ઊભા રહીને હીર માટે ૧૬ લાખનું ફંડ એકત્ર થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.