સુરતઃ પાટીલે કહ્યુ-વારે વારે પત્ર લખીએ છતા પણ ગ્રાન્ટ નહોતી મળતી હવે….

સુરત મહાનગરપાલિકા દ્વારા ગુડ ગર્વન્સ અંતર્ગત શહેરી વિકાસ દિવસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર, પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી સહિત ભાજપના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, અગાઉ આપણે યાચકની જેમ પત્ર લખીને ગ્રાન્ટ માગતા હતા પણ ગ્રાન્ટ મળતી નહોતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા ગુજરાતમાં નહીં આખા દેશમાં મોડેલ બનીને આગળ વધી રહ્યું છે. સર્વાંગી વિકાસ કોને કહેવાય તે જાણવા માટે લોકોએ ગુજરાતમાં આવવું પડે અને ગુજરાતના લોકોએ સુરતમાં આવવું પડે. તેમને એમ પણ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં જે રીતે વસ્તી વધે અને અલગ-અલગ રાજ્યમાંથી લોકો કામ માટે આવે છે. તેમને રોટલાની જેમ ઓટલો મળી જાય તેવા પ્રયાસ સુરત મહાનગરપાલિકા કરતી આવી છે.

નાણામંત્રી કનુ દેસાઈ બાબતે તેમને જણાવ્યું કે કનુભાઈ જરા કંજૂસ છે. જલ્દીથી હાથ નાંખતા નથી. સુરત શહેરના ડેવલોપમેન્ટની અંદર ઘણા પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. બજેટ આવી રહ્યું છે અને મુખ્યમંત્રી આપણને કાર્યક્રમમાં મળ્યા હોય ત્યારે આપણે માગવામાં કસર કરવી જોઈએ નહીં. અમારી નવી સિવિલ હોસ્પિટલ જે નવી બની છે તે જૂની બની છે તેને નવેસરથી બનવાની જરૂર છે તેને નવી બનાવવા માટેની બજેટમાં જોગવાઈ થાય અને તે માટે પ્રોમિસ પણ મળી ગયું છે. આપણે ફરવા માટે એક જ ડુમ્મસ સ્થળ છે. પણ ઉભરાત સુધીનો એક બ્રીજ મંજૂર થયો છે. તેમાં અમે કનુભાઈને કહ્યું હતું કે, તમે 100 કરોડ રૂપિયા તેમાં ફાળવજો.

આ કામ 300 કરોડનું છે તેમાંથી 100 કરોડ કોર્પોરેશન આપવાની છે અને બાકીના પૈસાની વ્યવસ્થા કરીશું. ઘણા લોકો ફરવાના મૂડમાં હોય છે જેથી
ફરવાના અલગ-અલગ સ્થળો વધુ વિકસે તેના માટે પણ આપણે પ્રયાસ કરીએ. સુરત મહાનગરપાલિકા પોતે પણ આવકના સાધન ઉભા કરવા માટે તત્પર હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.