સુરત : શહેરનાં (Surat) અડાજણ વિસ્તારની એક ખાનગી હૉસ્પિટલમાં (private Hospital) નવમાં ધોરણમાં ભણતી 14 વર્ષની કિશોરીને (teenager) પેટમાં દુખાવો ઉપડતા દાખલ કરી હતી. સારવાર દરમિયાન કિશોરીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
જે બાદ તેનું મોત નીપજતા મૃતક કિશોરીનાં પરિવારનો આક્ષેપ છે કે, તબીબોની બેદરકારીનાં કારણે મોત થયું છે. પરિવારે હોબાળો મચાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાળ્યો હતો. હાલ આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે 14 વર્ષની ધ્વનિ બાબુભાઇ ચૌહાણ પાલ અડાજણમાં રહેતી હતી. શનિવારે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તે સમયે થોડી સારવાર આપીને બીજા દિવસે બોટલ ચઢાવ્યાં હતાં. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ તબીબ અને હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.