સુરત / ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બ્રેઈનડેડ યુવતીના અંગદાનથી પાંચને નવું જીવન મળ્યું

ગણદેવી તાલુકાના ધમડાછા ભૂરાવાડીની દિશા દેવાંગભાઈ નાયક(ઉ.વ.આ.20)ના 16 જૂનના રોજ રાત્રે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં યુવતીની સારવાર કરાવવામાં આવી રહી હતી. પરંતુ તબીબોએ નવસારીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને બ્રેઈનડેડ જાહેર કરી હતી. જેથી પરિવારે યુવતીના અંગોનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું હતું. લોકડાઉન બાદ સુરતમાંથી પ્રથમ વખતે અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ બાદ બ્રેઈનડેડ જાહેર થઈ તા. 16 જૂન ના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં દિશા પોતાના ઘરે ફાંસો ખાઈ જતાં તેને સારવાર માટે તાત્કાલિક ગણદેવીમાં આવેલ દમણિયા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. વધુ સારવાર માટે તા. 17 જૂને દિશાને સુરતની સિડ્સ હોસ્પીટલમાં ડૉ. કરશન નંદાણીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહી અને ઓકસીજન નહીં પહોંચવાને કારણે મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.રવિવાર તા.21 મી જૂનના રોજ ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.કરશન નંદાણિયા, ન્યૂરોફિજીશિયન ડો. ગૌરાંગ ઘીવાલા, ગેસ્ટ્રોલોજીસ્ટ રાજીવ મેહતા અને સર્જન ડો. કેયૂર ભટ્ટે દિશાને બ્રેનડેડ જાહેર કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.