સુરત: પોલીસે મંજૂરી નહીં આપતાં ડાયમંડ વર્કર યુનિયનને ઉપવાસ કાર્યક્રમ પડતો મુક્યો

હિરા ઉદ્યોગના રત્નકલાકારો માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવા અને હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે મૃત્યુ પામેલાં રત્નકલાકારના પરિવારજનોને ન્યાય આપવા માટે ઉપવાસ કાર્યક્રમ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા મંજુરી નહીં આપતાં કાર્યક્રમ પડતો મુકાયો છે.

સુરત જિલ્લા કલેકટરની કચેરી ખાતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પાંચ આગેવાનો ઉપવાસ ઉપર બેસવાના હતાં અને ઉપવાસ આંદોલનની પૂર્વ પરવાનગી પણ પોલીસ કમિશનરની કચેરી પાસેથી માંગવામાં આવી હતી. પરંતુ કાર્યક્રમ યોજવા માટે પોલીસ તંત્ર તરફથી પરવાનગી આપવામાં આવી નથી.

કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ કોઈપણ સામાજીક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમ ઉપર સરકારનો પ્રતિબંધ હોવાથી, ઉપવાસ કાર્યક્રમ માટે પરવાનગી આપી શકાય નહીં, એમ પોલીસ તંત્રે ડાયમંડ વર્કર યુનિયનને જણાવ્યું હતું.

હીરાઉધોગમાં કામ કરતા રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ચૂકવવા, સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવા, સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં બેદરકારીના કારણે મૃત્યુ પામેલા હરસુખ વાઘમસીને ન્યાય અપાવવા, હીરા ઉધોગને તાત્કાલિક ચાલુ કરવા તથા બેરોજગારી અને આર્થિકતંગીના કારણે આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ કરવાની માગણીઓ યુનિયને મૂકી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.