સુરતઃગાંધી સંદેશ યાત્રામાં સુરત આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્યમાં લાગુ થનારા ટ્રાફિકના નવા નિયમ વિરૂધ્ધ સવિનય કાનૂન ભંગ ગાંધીજીની જેમ કરાશે તેમ કહ્યું હતું. સાથે જ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખ જાહેર કરતાં ચૂંટણી પંચે ગુજરાતની ચાર બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉભા કરતાં ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સાત બેઠકો ખાલી પડી છે ત્યારે ચૂંટણી પંચે ચાર બેઠકો પર જ ચૂંટણીની તારીખો જાહેર કરી છે જે તેમની સ્વાયતતા પર સવાલ ઉભા કરે છે. ચૂંટણી પંચ પણ સ્વાયતની જગ્યાએ ભાજપના ઈશારે કામ કરતું હોવાના આક્ષેપ કર્યા હતાં.
ભાજપ ડરે ત્યાં ચૂંટણી જાહેર ન થઈઃચાવડા
ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાના આરોપ સાથે ચાવડાએ કહ્યુ હતું કે, ભાજપ જ્યાં ડરે છે ત્યાં ચૂંટણી પંચ જાહેર કરતી નથી. સાતમાંથી ચાર જ બેઠકો જાહેર કરીને ભાજપે એ સાબિત કરી આપ્યું છે. જે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યાં કોંગ્રેસનો કાર્યકરો જ છે. વિજય કોંગ્રેસનો જ થવાનો છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર પક્ષ પલટો કર્યો છે પરંતુ તેનાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી.
મંદી અંગે મુખ્યમંત્રીનું હાસ્યાસ્પદ નિવેદન
રાજ્યમાં પ્રવર્તતી મંદી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવા જ હોવાનું નિવેદન આપ્યું તે અંગે પ્રહાર કરતાં અમિત ચાવડાએ સીએમના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવતાં કહ્યું કે, મુખ્યમંત્રી પોતાની એસી ઓફિસ છોડીને બહાર આવે તો જ ખબર પડે કે મંદી છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.