સુરત મહાનગરપાલિકાના(SMC) અન્ય ઝોનની સરખામણીએ કતારગામ ઝોનના વિવિધ ડાયમંડ યુનિટોમાં(Diamond Units) ખૂબ જ વધારે પ્રમાણમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતાં ઝોનના તંત્ર દ્વારા વિવિધ ડાયમંડ યુનિટોમાં(Diamond Units) કામ કરતા દરેક કર્મચારીઓને રક્ષણાત્મક દવાઓનું(Medicine) વિતરણ કરવાની સૂચના યુનિટ સંચાલકોને આપવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં તમામ ડાયમંડ યુનિટોમાં(Diamond Units) દવા વિતરણની કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
કતારગામ ઝોનની જુદી જુદી ટીમો બનાવીને ૧૪૬–ડાયમંડ યુનિટોમાં ૬૯૧-કારીગરોને પ૦૪૧૦ HCQ અને ૧૦૫૭૦ CHQ સહિત કુલ ૬૧,૫૦૦ જેટલી દવાનું(Medicine) વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આજ સુધીમાં કતારગામ ઝોનમાં કુલ ૧૭,૧૦૫ કારીગરને કુલ ૧,૭૧,૦૫૦ દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત વસ્તાદેવડી રોડ તથા ગોટાલાવાડી સ્થિત શ્રીજી જેમ્સ, પટેલ તેમજ શિવમ જ્વેલ્સ અને લાલ દરવાજા સ્થિત જે.બી.એન્ડ બ્રધર્સમાં એકથી
વધુ પોઝિટિવ કેસ આવ્યા હોવાથી સંપૂર્ણ ડાયમંડ કંપની બંધ કરવામાં આવી હતી. તેમજ વસ્તા દેવડી રોડ સ્થિત આવેલ વારીથી જેમ્સ, કૌસ્તુભ જેમ્સ, વર્ણીરાજ ડાયમંડ કંપનીને ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. આ ડાયમંડ યુનિટોમાં ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ રૂ. ૬૦૦૦ જેટલી રકમની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.
વધુ 23 રત્નકલાકાર કોરોનામાં સપડાયા, 16 દિવસમાં 128 રત્નકલાકારને ચેપ લાગ્યો
અનલોક-1.0માં સરકારે રોજગાર-ધંધાઓને છૂટછાટ આપતાની સાથે જ હીરાનાં કારખાનાં પણ ચાલુ કરી દેવાયાં છે. પરંતુ હીરાનાં કારખાનાંમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય ગાઇડલાઇનનું પાલન નહીં થતાં રત્નકલાકારો મોટા પાયે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જેના કારણે તેના પરિવારજનોમાં પણ કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ત્યારે શનિવારે વધુ 23 રત્નકલાકાર કોરોનાથી સંક્રમિત થયા હતા. 16 દિવસમાં જ કુલ 128 રત્નકલાકારમાં કોરોનાનું સંક્ર્મણ ફેલાઈ ચૂક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.