સુરતના યુવકે રીઅલ ડાયમંડને ભારત દેશના નકશાનું આબેહૂબ સ્વરૂપ આપીને અનોખી રીતે દેશભક્તિ રજૂ કરી છે. એટલું જ નહી દેશના વડાપ્રધાનને પણ આ દેશ આકૃતિના ડાયમંડમાં સ્થાન આપ્યુ છે. ડાયમંડ પર લેસરથી આ આકૃતિ ઉપસાવવી એ આ ક્ષેત્રની એક શ્રેષ્ઠ કળા છે.
દોઢ કેરેટનો આ દેશભક્તિ ભાવના ભરેલો ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને ભેટ કરવાની તેની ઇચ્છા પણ વ્યક્ત કરી છે,એક સમયે ભારત સોનાની ચીડીયા કહેવાતુ ત્યારે સુરતના કતારગામ ખાતે રહેતા આકાશ સલીયાએ ભારતને સોનામાં નહીં પરંતુ રીઅલ ડાયમંડમાં કંડાર્યુ છે. વર્ષ 2014-15માં તેમણે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્યુલરીના વિદ્યાર્થીકાળમાં એક ત્રણ કેરેટના રીઅલ ડાયમંડને ભારતનો નકશો આપવાનું કામ શરૂ કર્યુ હતું.
આ ડાયમંડ વિશે વાત કરતા આકાશ સલીયાએ કહ્યુ કે વર્ષ-1998માં તેના નજીકના સંબંધીએ એક ત્રણ કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો. એ સમયે તેની કિંમત 45,000 હતી, 14 વર્ષ પછી એ ડાયમંડ જોવામાં આવ્યો અને વિચાર આવ્યો કે ભારતના નકશાનો ભાસ દેખાયો. ડેઇલી પાંચ કલાક જેટલુ કામ કરીને અંદાજિત બે મહિનામાં ડાયમંડને નકશામાં પરિવર્તીત કર્યો.
આ કામમાં નકશો તૈયાર કરતી વખતે ઘણીવખત મુશ્કેલીઓ પણ આવી પરંતુ તે વખતે મારા મિત્ર કેયુર મિયાણીએ સહયોગ આપ્યો હતો તે મારી પડખે ઉભા રહી મદદ કરવાની સાથે મને સતત પ્રોત્સાહન પુરૃ પાડ્યુ. જેના કારણે હું આ ભગીરથ કાર્ય પાર પાડી શક્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.