સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા જિલ્લામાં એક અનોખુ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત જિલ્લાના જે તે પોલીસ મથકના પી.આઇ પી.એસ.આઇ ને જોડવામાં આવ્યા છે. સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં પીઆઇ અને પી.એસ.આઈ દ્નારા આ અભિયાન અંતર્ગત સિનિયર સિટીઝનની મુલાકાત લેતાં હોય છે. અને તેઓને પડતી મુશ્કેલીઓ જાણતાં હોય છે.
સુરતના માંડવી પોલીસ મથકના ઇન્ચાર્જ રહી ચૂકેલા પી.એસ.આઇ કે ડી ભરવાડ દ્વારા આ અભિયાન અંતર્ગત માંડવી ખાતે સીનીયર સીટીઝનની મુલાકાત લેવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષથી પોતાની પત્નીથી અલગ રહેતા પતિને મળ્યાં હતાં. તેમને ભરવાડ દ્નારા સમજાવ્યાં બાદ વષૉથી અલગ રહેતાં પતિ પત્નીને એક કયૉ હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ માનવી ખાતે રહેતા દતુંભાઈ શુક્લા ના લગ્ન મહુવાના સંગીતાબેન સાથે થયા હતા. લગ્ન ના ટૂંકા ગાળામાં જ તેમના લગ્ન જીવનમાં વિક્ષેપ પડ્યો. સંગીતાબેન પોતાના પિયરમાં જતાં રહ્યા હતા. જે બાદ દતુંભાઈ પોતાની વિધવા માતા સાથે એકલવાયુ જીવન જીવી રહ્યા હતા. ત્યારે પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ રહી ચૂકેલા કે ડી ભરવાડ દતુંભાઇ તેમજ મહુવા સંગીતાબેન ના પરિવાર સાથે મુલાકાત કરી. અને છૂટા પડેલા આ દંપતીને એક સાથે ફરી એક છતમાં રહેતાં કર્યા હતા.
ત્યારે જીલ્લા પોલીસ વડા ઉષા રાડાની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યાં છે.તેમની આ ઝુંબેશનાં ભરપૂર વખાણ કર્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.