સુરત શહેર સહિત જિલ્લામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપના આંચકા

– એપી સેન્ટર ભરૂચથી 36 કિલોમીટર દૂર નોંધાયું

સુરત શહેરમાં આજે બપોરે 3.39 મિનિટે સુરત શહેર સહિત જિલ્લામાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભરૂચથી 36 કિલોમીટર દૂર એપી સેન્ટર નોંધ્યું હતું.

સુરત શહેર અને જિલ્લામાં આજે બપોરે 3.39 મિનિટ ના ટકોરે એકાએક જોરદાર ભૂકપના આંચકા આવ્યા હતા. સુરત શહેરના અડાજણ, પાલ, જહાંગીરપુરા, કતારગામ,પાંડેસરા, ઉધના, સિટી લાઇટ, વેસુ સહિત ના તમામ વિસ્તારોમાં ખાસ કરીને હાઇરાઇઝ બિલ્ડિંગમાં અનુભવાયા હતા.

આ આંચકાની અનુભવ કરનારાઓના જણાવ્યા મુજબ 2001 જે ભૂકંપ આવ્યો હતો. તેના જેવા જ આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને પ્રથમ માળે પણ આંચકા આવતા વાસણો નીચે પડ્યા હતા.

માત્ર સુરત શહેરમાં જ નહિ જિલ્લામાં પણ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભરૂચથી 36 કિલોમીટર દૂર એપી સેન્ટર નોંધ્યું હતું અને ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.