શહેરમાં સામાજીક ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા ગ્લોબલ સ્કુલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા સામે શાળાની પૂર્વ શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અડાજણ વિસ્તારમાં આવેલી શહેરની જાણીતી ગજેરા ગ્લોબલ સ્કુલના ટ્રસ્ટી અને સામાજીક ક્ષેત્રે મોટુ નામ ધરાવતા ચુનીલાલ હરિલાલ ગજેરા (રહે. આદર્શ સોસાયટી, ઇન્ડોર સ્ટેડિયમ પાસે, અઠવાલાઇન્સ) વિરૂધ્ધ છેડતીની ફરિયાદ અડાજણ પોલીસ મથકમાં નોંધાય છે. ગજેરા ગ્લોબલ સ્કુલમાં તા. 15 ડિસેમ્બર 2018થી તા. 27 માર્ચ 2019 દરમ્યાન શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર દર્શના (નામ બદલ્યું છે) એ ફરિયાદ નોંધાવી છે.
શિક્ષિકા દ્વારા છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જો કે હાલમાં પોલીસે આ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.