સુરતના સમરસ કોવિડ કેર સેન્ટરમાંથી યુવાન દર્દીની મોતની છલાંગ

સુરતના વેસુ ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં એક દર્દીએ મોડી રાત્રે મોતની છલાંગ લગાવી દીધી છે. કોરોનાની સારવાર માટે આવેલા દર્દીએ આપઘાત કરતા તંત્ર દોડતું થયું છે અને અન્ય કોરોનાના દર્દીઓમાં ગભરાટ ફેલાયો છે.

કોરોનાના દર્દીની સારવાર માટે વેસુ ખાતે આવેલી સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. સારવારની વધુ જરૂર ન હોય તેવા દર્દીઓને આ સમરસ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાત્રે ડી વિંગ માં કોરોના ની સારવાર લઈ રહેલા 38 વર્ષીય એક દર્દીએ કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે.

સમરસ કોવિડ કેર સેન્ટરના એ ના બિલ્ડીંગ ખાલી છે. જ્યારે સી અને ડી બિલ્ડીંગમાં કોરોનાના દર્દીની સારવાર થઈ રહી છે. સમરસ કેર સેન્ટરમાં પહેલા સુરત મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવતી હતી. હાલમાં આ વિભાગની કામગીરી સુરત જિલ્લા પંચાયત હસ્તક કરવામાં આવી રહી છે.

કોરોનાના દર્દીની સારવાર થઈ રહી છે તેવા બિલ્ડિંગમાં 38 વર્ષીય પુરૂષ દર્દીએ મોતની છલાંગ લગાવતા તંત્ર દોડતું થયું છે. આત્મહત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.