કોવિડ સિવાયની બીમારીની સારવાર માટે આવતા દર્દીઓની લાંબી કતાર લાગીઃ ગાઇડલાઇન મુદ્દે તંત્ર-લોકો પણ લાપરવાહ
સુરતમાં કોરોના કેસ પ્રતિનિધિ ધટાડો થઇ રહ્યો છે.છતા સરકાર મોટા ઉપાડે જાહેરાત કરે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે અનેક વાર જાહેરાત અને સૂચના આપે છે. તેવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના સિવિાયની અન્ય બિમારી અમુક ઓ.પી.ડી સહિતના વિભાગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા જોવા મળ્યા હતા. ત્યા ઓપીડીમાં ચેકઅપ કરાવવા આવેલા દર્દી કે સંબંધીઓ લાંબી કતાર જોવા મળી હતી.
કોરોનાથી બચવા માટે ઉપાયમા સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ વારંવાર ધોવા, માસ્ક પહેરવા,લોક ડાઉનમા બિનજરૃરી ઘરની બહાર નહી નીકળવું ઘરમાં રહો સુરક્ષિત રહોને આ પ્રકારની સાવચેતી માટે સરકાર વિનંતી કરે છે. આવા સંજોગોમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલખાતે જુની બિલ્ડીંગમાં કોવિડ કોરોના સિવાયના અન્ય બિમારીથી પીડાતા દર્દીઓ વિવિધ ઓપીડીમાં ચેકઅપ માટે આવે છે.ત્યાં ભીંડના લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે કુંડાળા પાડયા છે. છતા કેટલાક દર્દી અને તેમના સંબંધી કોરોના ડર વગર એક બીજાથી ખુબજ નજીક ઉભા રહે છે.
જયારે નજીકમા ં ઊભેલા સિક્યુરિટી ગાર્ડ પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવાનું કહેતા નહોતા. જોકે અમુક સિક્યુરીટી ગાર્ડ દુર ઉભા રહેવા કહે તો લોકો તેમની વાત માનતા ન હતા. સિવિલના ઓ.પી.ડી નં ૧૨,૧૦ નં.લેબોરટરી સહિતના કેટલાક વિભાગમાં સોશિયલ ડિસ્ટન્સિંગ યોગ્ય પાલન થતુ નહોતું. આ સાથે કેટલાક જગ્યાએ સેનેટાઇઝર પણ મુકવામાં આવતા નહી હોવાનું જાણવા મળે છે.જોકે શહેરમાં કોરોના મંદ પડી રહ્યો છે.તેવા સમેય સરકારની સુરત નવી સિવિલમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું યોગ્ય પાલન થતું નથી.
.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.