સુરતના સરથાણા ખાતે શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ બે રેસ્ટોરન્ટમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી 8 બાળમજુરોને મુક્ત કર્યા

સુરત : સરથાણા ખાતે શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ બે રેસ્ટોરન્ટમાં ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુની ટીમે દરોડા પાડી 8 બાળમજુરોને મુક્ત કરાવી રેસ્ટોરન્ટના માલિકો સામે ગુનો દાખલ કર્યો હતો. આ બાળકો પાસે 14 કલાક જેટલો સમય કામ કરાવવામાં આવતું હતું. જેમને મુકત કરાવી વધુ કાઉન્સિલિંગ માટે ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના એએચટીયુના પીઆઈ એ.જે.ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે વખતે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જગદેવસિંહે મળેલી બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં આવેલ શુભમ ઈન્ડસ્ટ્રીઝમાં તેજસ રેસ્ટોરન્ટ અને મહાદેવ રેસ્ટોરન્ટમાં રેડ કરી હતી. તેમાં હોટલના સંચાલકોના ચુંગલમાંથી આઠ બાળમજુરોએ મુક્ત કરાવ્યા હતા. રેસ્ટોરન્ટના માલિકો બાળમજુરો પાસે 14 કલાક કામ કરાવતા હતા અને લઘુત્તમ વેતન કરતા ઓછુ વેતન આપી તેઓનું શારીરિક, આર્થિક શોષણ કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.