છેલ્લા 15 દિવસથી સુરતના (Surat) બજારમાં શાકભાજીના (Vegetables)ના ભાવમાં 15થી 90 ટકા (15to90%) જેટલો વધારો (Price hike) જોવા મળી રહ્યો છે. ભાવવધારાના મુખ્ય કારણો પર જો નજર કરવામાં આવે તો પ્રથમ છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદ ને લઈને લીલો દુષ્કાળ પડ્યો છે. વરસાદને લઈને બજારમાં નવા શાકભાજી નથી આવતાં જેને લઈને સતત ભાવ વધી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોને વરસાદને લઈને ખેતરમાં નુકસાન સાથે શાકભાજીનું ધોવાણ થઈ ગયું છે. જ્યાં સુધી નવા શાકભાજી બજારમાં નહીં આવે ત્યાં સુધી આ ભાવ વધારો જોવા મળશે.
હાલમાં જે પ્રમાણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે તેને કારણે સૌથી વધુ તકલીફ મધ્યમવર્ગીય લોકોને પડી રહી છે મધ્યમ વર્ગીય લોકો દ્વારા મહિનાની શરૂઆતથી પોતાનું એક બજેટ નક્કી કરવામાં આવતું હોય છે, મધ્યમવર્ગને એ બજેટ અનુસાર જ સમગ્ર મહિનાનો ખર્ચ કરવાનો હોય છે પરંતુ વધેલા શાકભાજીના ભાવને કારણે હાલ મધ્યમવર્ગીય લોકોના બજેટ પર મોટી અસર થઇ રહી છે જે લોકો પહેલાં કિલો અને બે કિલો શાકભાજી લેતા હતા તે હવે 500 ગ્રામ અથવા 250 ગ્રામ લઇ જાય છે જેને લઈને શાકભાજી વેપારી માત્ર પોતાનો ધંધો ચાલવા માટે વેપાર કરી રહ્યા છે.
વધુ વરસાદથી શાકભાજીના ધોવાણના પગલે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે ત્યારે હાલ તો ગરીબોથી લઈને મધ્યમવર્ગીય લોકો સુધી બધાના જ બજેટ ઉપર અસર જોવા મળી છે. આ સ્થિતિમાં વરસાદ ક્યારે વિરામ લેશે અને ભાવ વધારો ક્યારે ઓછો થશે તે તો જોવું જ રહ્યું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.