સુરત:શાકમાકઁટોમાં સોશીયલ ડિસ્ટન્સીંગના ઉડી રહ્યા છે ઘજાગરા

શહેરમાં કોરોનાનો પગપેસારો ખુબ વધી રહ્યો છે. તંત્ર દ્વારા કોમ્યુનીટી સેમ્પલીંગ લેવાનું શરૂ કરી દીધું છે જેને કારણે વધુ પોઝીટી કેસો સામે આવી રહ્યા છે. વાયરસના સક્રમણને અટકાવવા માટે આવશ્યક ચીજવસ્તુઓની જ દુકાનો ખુલ્લી રાખવા અને ગ્રાહકો વચ્ચે સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે તંત્ર દ્વારા વારંવાર આહવાન કરવામાં આવી રહ્યું છે તેમ છતા હજી પણ કેટલાક દુકાનદારો બેદરકારી દાખવી રહ્યા છે. જેમાં સોશીયલ ડિસ્ટન્સીંગ નહિ જળવાતા હોવાની મહત્તમ ફરિયાદો પાંડેસરા, ભટાર અને પાલનપુર પાટિયા શાકમાર્કટેના વિસ્તારમાં જોવા મળી રહી છે.

વેશ્વિક મહામારી કોરોના વાયરસ દિનપ્રતિદિન વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કોરોના વાયરસના સક્રમણથી બચવા માટે લોકોને માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ આ બાબતનો મહત્તમ અભાવ જોવા મળી રહ્યો છે. જેથી આવા લોકોને પોલીસે કાયદાના સકંજામાં લીધા છે. તેમ છતાં લોકો સોશીયલ ડિસ્ટન્સીંગને મજાકમાં લઈ રહ્યા છે. અને શહેરમાં ઘણા વિસ્તારોની શાકમાર્કેટોમાં ભીડ જોવા મળી રહી છે.

વ્હેલી સવારથી બપોર સુધીમાં ભટાર રોડ ઉમા ભવન નજીક શાકભાજીની લારી ચલાવતા મદન દુર્ગાભાઇ શાહ (રહે. શિવશક્તિ સોસાયટી, ભટાર), વડોદ ગામ એસએમસી આવાસ ઇન્દ્રજીતસિંહ સાધુલાલસિંહ (રહે. મહાવીરનગર, વડોદ ગામ), અખિલેશ રામકિશોર કેવટ (રહે. શ્રીરામનગર, વડોદા), અને ઉમેશપ્રસાદ મોતીલાલ ગુપ્તા (રહે. મહાવીરનગર, વડોદ) જયારે રાંદેર તીન બત્તી વિસ્તારની અબ્દુલ સ્ટોર્સ નામની દુકાનમાં આવશ્યક ચીજવસ્તુની આડમાં બિનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતા ઝડપાયા હતા. જેથી દુકાનદાર વિરૂઘ્ધ એપેડમીક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વાયરસના સક્રમણથી બચવા સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવું અત્યંત મહત્વનું છે પરંતુ તેનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને પાંડેસરા પિયુષ પોઇન્ટ, તેરેનામ રોડ, ગણેશ નગર, વડોદ એસએમસી આવાસ તથા ભટાર ઉમા ભવન વિસ્તાર અને પાલનપુર જકાતનાકા વિસ્તારની શાકમાર્કેટમાં જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.