સુરત શિક્ષણ સમિતિની છેલ્લી સભામાં ભારે હોબાળો: ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ નહી અપાતા વિપક્ષે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો

– વિપક્ષે બે જોડી ગણવેશ માંગ્યા, શાસકોએ એક પણ જોડી ના આપ્યા

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની છેલ્લી સભા તોફાની બની હતી. ગણવેશના મુદ્દે વિપક્ષોની માંગણી નહીં સ્વીકારતા વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે છેલ્લી સામાન્ય સભા મળી હતી. આ સભામાં વિપક્ષે વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપવા માટેની માંગણી કરી હતી. જોકે શાસકોએ બહુમતીના જોરે આ દરખાસ્ત ઉડાવી દીધી હતી. સામાન્ય સભાની દરખાસ્તમાં એક જોડી યુનિફોર્મ આપવા માટેની જોગવાઈ હતી તે પણ રદ કરી દીધી હતી.

વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા નિર્ણય શાસકોએ કરતાં વિપક્ષે વોકઆઉટ કર્યો હતો. શાસકોના નિર્ણયને ગરીબ વિદ્યાર્થીના વિરોધી નિર્ણય ગણાવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.