આરોગ્ય સચિવે કહ્યું, કોરોનાના કેસમાં મૃત્યુમાં 83% મોત અન્ય બિમારીને કારણે, આંકડા છુપાવવાનો સરકારનો ઇરાદો નથી
કતારગામ વિસ્તારની વિઝીટ, સમાજ અગ્રણીઓ સાથે મંત્રણા થઈ
અમદાવાદ પછી સુરતમાં કોરોનાના વધી રહેલા કેસો ને લઇને સુરત દોડી આવેલા રાજયના આરોગ્ય કમિશ્નર જયતિ રવિએ આજે સુરતના હોટસ્પોટ ગણાતા કતારગામ વિસ્તારની મુલાકાત લઇને કોરોનાના સંક્રમણની સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે કોરોનામાં જે મૃત્યુ થયા છે તેમાં 83 ટકા લોકો અન્ય ગંભીર બિમારીના કારણે થયા છે.
સુરત શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા નજીકના દિવસોમાં 5,000 ને પાર કરી જાય તેમ છે. સાથે જ અમદાવાદ કરતા સુરતમાં કેસોની સંખ્યા વધતા સુરત દોડી આવેલા આરોગ્ય સચિવ જયતિ રવિએ આજે બીજા દિવસે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી. સુરતના લિંબાયત પછીના હોટ સ્પોટ ગણાતા કતારગામ વિસ્તારમાં જઇને હીરાના કારખાનાઓની મુલાકાત લઇને સમીક્ષા કરી હતી.
આ સાથે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અલગ અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સમાજની વાડીમાં પણ સારવારની વ્યવસ્થા કરવાની તૈયારીઓ થઇ રહી હોવાનું તેમણે જણાવ્યુ હતુ. આ ઉપરાંત હોટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં તેમજ અન્યો વિકલ્પો પણ શોધવામાં આવી રહ્યા છે. જયાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ શકે.
કોરોનાના કારણે થઇ રહેલા મોત અંગે તેમણે જણાવ્યુ હતુ કે મોતના આંકડા છુપાવવાનો સરકારનો કોઇ ઇરાદો નથી. કોરોનામાં સપડાયા બાદ જે મૃત્યુ થયા છે તેમાંથી 83 ટકા લોકોનું મૃત્યુ અન્ય બિમારીઓના કારણે થયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.