ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા સુરત મહાનગરપાલિકા(SMC)ના અધિકારીઓ દ્વારા કચરા પેટીની ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીના આક્ષેપ પછી કોંગ્રેસે પણ સુરત મહાનગરપાલિકા (SMC) ના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. હવે કચરા પેટીની ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો વધારે ફેલાણો છે. કોંગ્રેસે તો આ કચરા પેટીને ભાજપની ભંડોળ પેટી ગણાવવામાં આવી છે.
કોંગ્રેસ નેતા અનુપ રાજપુત દ્વારા કેટલીક કચરા પેટીઓ પર કેસરી કલરના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે- “ભા.જ.પા ભંડોળ પેટી”. સુરત કલેક્ટર કચેરીની બહાર મુકવામાં આવેલી કચરા પેટીમાં કોંગ્રેસના નેતા દ્વારા “ભા.જ.પા ભંડોળ પેટી” ના લખાણવાળું પોસ્ટર લગાવવામાં આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઇ ગઈ હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખોટા ખર્ચ કરવામાં આવે છે. સુરતને કન્ટેનર મુક્ત સિટી બનાવવા માટે અંદાજે દોઢ થી બે વર્ષ પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરતના રસ્તા પર રહેલા તમામ કચરાના કન્ટેનરને દૂર કરવામાં આવ્યા હતા. અને તેની જગ્યા પર શહેરમાં 3.80 કરોડ રૂપિયાના ખર્ચે કેટલીક નાની-મોટી કચરા પેટીઓ મુકવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.