અમદાવાદ બાદ સુરતમાં કોરનાના કેસ અને કોરોનાથી મોતનો આકંડો વધી રહ્યો છે અને સરકાર તેને ગેરકાયદે પણ કાયદેસર છુપાવવાની કોશિશ કરી રહી હોવાનું સામે આવ્યું છે. સ્મશાનોમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ રોજના 50થી વધુ શબની અંતિમવિધિ કરવામાં આવે છે. ત્યારે સરકારી આંકડા કંઈક ઔર જ કહે છે.
સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં કોરોનાથી મૃત્યુઆંક મુદ્દે ફરી વિવાદ થવાની શક્યતા છે. સુરતમાં દરરોજ સરેરાશ 50 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સુરતમાં છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ 50 મૃતેદના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યારે સરકારની યાદીમાં આ આંકડો 12થી 14નો છે.
અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ છે. બુધવારે એક દિવસમાં 65 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને એક જ શબવાહિનીમાં એકથી વધુ મૃતદેહોને લઇ જવાય છે. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે કોરોનાના મૃત્યુઆંકનો આંકડો કેમ ઓછો બતાવાય છે?. સરકારેને સ્પષ્ટ આંકડા બતાવવામાં કેમ રસ નથી?. શું SMC દ્વારા આંકડા જાહેર કરાતા નથી?. સુરતમાં કોરોનાથી દરરોજ કેટલા લોકોના મૃત્યુ થાય છે? અને કોરોનાના આંકડા છુપાવવવાની પાછળ શું રાઝ છે?. સ્મશાનમાં દરરોજના 50 લોકોના અંતિમ સંસ્કારની સરકારને જાણ નથી?.
સળગતા સવાલ
કોરોનાના મૃત્યુઆંકનો આંકડો કેમ ઓછો બતાવાય છે?
સરકારેને સ્પષ્ટ આંકડા બતાવવામાં કેમ રસ નથી?
શું SMC દ્વારા આંકડા જાહેર કરાતા નથી?
સુરતમાં કોરોનાથી દરરોજ કેટલા લોકોના મૃત્યુ થાય છે?
કોરોનાના આંકડા છુપાવવવાની પાછળ શું રાજ છે?
14થી વધુ કેમ મૃત્યુઆંકનો આંકડો આવતો નથી?
સ્મશાનમાં દરરોજના 50 લોકોના અંતિમ સંસ્કારની સરકારને જાણ નથી?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.