સુરતમાં એસટીના એક્સ્ટ્રા સંચાલનનો 2600 પ્રવાસીઓએ લાભ લીધો, 2500 ઝાલોદ-દાહોદના

દિવાળીની ઉજવણી માટે પ્રજાજનો પોતાના વતનમાં જઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે મોડી રાત સુધીમાં 2600 પ્રવાસીઓએ લાભ લીધો હતો. જેમાંથી 2500 પ્રવાસીઓ ઝાલોદ-દાહોદના હતાં.

પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે એસટી વિભાગ દ્વારા લંબે હનુમાન ડેપોથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે રાતના 12 વાગ્યા સુધી કુલ 54 બસો ઉપાડવામાં આવી હતી. જેમાંથી 51 બસો ઝાલો-દાહોદની હતી. જ્યારે ત્રણ બસો અમરેલી, મહુવા અને ભાવનગરની હતી.

એસટી વિભાગે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. ગઈકાલે પહેલો દિવસ હતો. પરંતુ રાત્રિના 8 વાગ્યા સુધી પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહી હતી. પરંતુ ત્યારબાદ પ્રવાસીઓની આવનજાવન શરૂ થઇ હતી. કુલ 54 બસો દ્વારા 2600થી વધુ પ્રવાસીઓ પોતાના વતન ગયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.