સ્ટાઈપેન્ડ વધારવાની અનેક રજૂઆતો બાદ પણ સરકારે અત્યાર સુધીમાં નિર્ણય નહિ લેતા આખરે સુરતની નવી સિવિલ અને સ્મીમેર મેડિકલ કોલેજમાં સહિતના રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ તથા હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન્ટર્ન ડોક્ટરો પોતાના પડતર પ્રશ્ન નિરાકરણ કરવા માટે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.
રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિવિધ વર્ષના મેડિકલ વિદ્યાર્થીઓ કોરોનામાં મદદરૂપ થઈ રહ્યા છે. બાદ ડયુટી પાછી ખેંચવા અથવા સ્ટાઈપેન્ડ આપવાની ઉગ્ર માંગ ઉઠવા પામી હતી. સાથે સરકારી મેડિકલ કોલેજોના એમબીબીએસ પૂર્ણ કરી ચુકેલા અને સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઈપેન્ડ વધારવાની માગણી અનેકવાર કરી હતી અને હડતાળ પર જવાની ચીમકી આપતા સરકાર ફરી એકવાર મુંઝવણમાં મુકાઈ છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના દોઢસો જેટલા ઇન્ટર્ન ડોક્ટર ફરજ બજાવે જોકે આજે સવારે ઇન્ટર્ન ડોક્ટરો સિવિલ ખાતેની કેન્ટીન પાસે એકત્ર થયા હતા અને તેઓ સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સહિતની માગણીઓ પુરી કરવા માટે બેનરો લઇ ઊભા રહ્યા હતા અને સૂત્રોચ્ચારો કર્યા હતા. આ સાથે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના દોઢસો જેટલા ઇન્ટર્ન ડોક્ટરો પણ હડતાળ પર ઉતર્યા હોવાનું જાણવા મળે છે.
ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજો અને તેની સાથે સંલગ્ન સિવિલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા એમબીબીએસ પૂર્ણ કરી ચુકેલા ઈન્ટર્ન ડોક્ટરોએ કોલેજોના ડીન ઉપરાંત સરકારના આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત કરી છે કે એપ્રિલ માસથી સતત ફરજ બજાવી રહેલા ઇન્ટર્ન ડોક્ટરોને માત્ર 12,800 માસિક નાણાકીય વેતન અપાયુ છે. જે અન્ય રાજ્યોની સરખામણીએ તથા કોવિડ સહાયકની ડયુટી માટે મેડિકલ સ્ટુડન્ટસને અપાય વેતનની સરખામણીએ ઘણું ઓછું છે.
ઈન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઈપેન્ડ વધારી 20,000 રૂપિયા કરવા સહિતના પડતર પ્રશ્નો અંગે માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.