ગઇકાલે દિલ્લી ખાતે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતનાં સ્વાતિ જાનીએ મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો આ ખિતાબ જીત્યો છે. આ સાથે સ્વાતિ જાનીએ પરિવાર અને સુરતનું નામ રોશન કર્યું છે. તેથી તેમના પરિવાર અને આખા સુરતમાં હર્ષની લાગણી છવાઇ ગઇ છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલા સુરતના સ્વાતિ જાનીને બેંગ્લોર ખાતે ઇન્ડિયા લીડરશિપ-2019 એવોર્ડ સમારોહમાં ‘મોસ્ટ એન્ટરપ્રાઇઝિંગ વુમન ફોર ફેશન વિયર એન્ડ એસેસરીઝ ઇન સુરત’ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉપરાંત આ પહેલાં સ્વાતિએ મિસિસ યુનાઇટેડ ઇન્ડિયા-2019નો ખિતાબ પણ જીત્યો હતો. આ સિવાય મિસિસ ફોટોજેનિક ઓફ ગેલેક્સી ક્વીન ઓફ ઇન્ડિયાનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.
રિપોર્ટ પ્રમાણે આ પહેલા સ્વાતિને મિસિસ બ્યુટીફુલ સ્માઇલ યુનાઇટેડ ઇન્ડિયા અને મિસિસ ટેલેન્ટેડ યુનાઇટેડ ઇન્ડિયાનો એવોર્ડ પણ મળ્યો હતો. આપને જણાવી દઈએ કે સ્વાતિ સુરત શહેરની અનેક સામાજિક સંસ્થાઓમાં પણ પોતાની સેવા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.