સુરત: સ્વૈચ્છિક બંધ વચ્ચે ચોકસી હીરાબજાર બુધવારે 2 થી 6 કામકાજ માટે ખુલશે

કોરોના સંક્રમણ અટકાવવા માટે વરાછા ચોકસી હીરાબજારમાં છેલ્લાં થોડાં દિવસોથી સ્વૈચ્છિક બંધનો અમલ ચાલી રહ્યો છે. પણ વેપારીઓ અને દલાલ ભાઈઓ પોતાનું કામકાજ કરી શકે તે માટે આવતીકાલ બુધવારના રોજ બપોરે 2 થી 6 દરમિયાન બજાર ખુલ્લું રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વેપારીઓ અને દલાલ ભાઈઓ પેમેન્ટના અને બીજા કામો પતાવી શકે એ માટે એક દિવસ માટે ચાર કલાક કામકાજ માટે છૂટ આપવાનું નક્કી કરાયું છે. જોકે બજાર સાથે સંકળાયેલા સૌ કોઈને કોવિડ-19ની ગાઈડલાઈનનું સખ્તાઇપૂર્વક પાલન કરવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

હીરાબજાર અનલોક-1માં ખુલ્યા પછી, ગાઈડ લાઈનનું પાલન યોગ્ય રીતે થયું નહીં હોવાથી સંક્રમણ ખૂબ જ ઝડપથી વધ્યું અને સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં. સંક્રમણના સૌથી વધુ કેસો હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગમાંથી મળી આવ્યા હતા અને તેને કારણે જ હીરા ઉદ્યોગમાં સ્વૈચ્છિક લોક ડાઉનનો અમલ શરૂ કરાયો, સંક્રમણને કારણે વરાછા મિની બજાર સાથે સંકળાયેલા 7 દલાલો, 3 વેપારીઓ અને 2 પાનનાં ગલ્લાંવાળા સહિત 12 જણાંએ છેલ્લા 20 દિવસમાં જિંદગી ગુમાવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.